સોનાટે કયા દેશમાંથી આવેલો કાવ્યપ્રકાર છે
Answers
Answered by
1
Answer:
સોનેટ એ મૂળ ઇટાલીયન કાવ્ય પ્રકાર છે. 13 મી સદીના જેકોપો લેન્ટીની નામના સીસીલી, ઇટાલીના વિદ્વાને તેને પહેલી વખત ફ્રેડરીક – બીજાના દરબારમાં રજુ કર્યું હતું. પણ સોનેટ લોકપ્રીય થયું હોય તો ચૌદમી સદીના ફ્રાંસેસ્કો પેટ્રાર્કાની રચનાઓથી થયું છે.
આપણી ભાષામાં સોનેટ અંગ્રેજીમાંથી આવેલું છે. અંગ્રેજીમાં સોનેટ કાવ્ય રચનાનો પહેલો ઉપયોગ થોમસ વ્યાટે 16મી સદીની શરુઆતમાં કર્યો હતો એમ મનાય છે. ઘણા અંગ્રેજ કવિઓએ ઉત્તરોત્તર સોનેટની શૈલીને વિકસાવવામાં ફાળો આપેલો છે. પણ શેકસ્પીયરને અંગ્રેજી સોનેટના સૌથી મહાન કવિ ગણવામાં આવે છે.
ગુજરાતીમાં સોનેટના પ્રથમ પુરસ્કર્તા સ્વ. શ્રી. બળવન્તરાય ઠાકોર હતા.
Similar questions