સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસથી, યોજનાપૂર્વક, વ્યવસ્થિત ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતાં આવડતું નથી, તેને કશું જ વાપરતાં આવડતું નથી. જો તમારી પાસે મયાર્દિત પ્રમાણમાં મૂડી હોય, તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમય કોઈને મળી શક્તો નથી. એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગાં થાય એ પછી શું ન કરી શકે? એ ધારે તે કરી શકે.
પ્રશ્નો -
(૧) દરેક માણસ પાસે કઈ મૂડી સરખી જ છે? (ર) કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? (૩) વ્યક્તિની કમાણી કઈ છે?
(૪) કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય ?
(૫)ફકરા ને યોગ્ય શિષૅક આપો
Answers
Answered by
3
Answer:
1. સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે
2. જે વ્યક્તિ સમયને કરકસથી, યોજનાપૂર્વક, વ્યવસ્થિત ખર્ચે છે
3. મયાર્દિત પ્રમાણમાં મૂડી હોય, તો તેમાં થતી બચત એ જ કમાણી છે
4. જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય
5. સમયનું મૂલ્ય
Explanation:
Answered by
1
સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે,(૨)જે વ્યક્તિ સમયને કરકસથી, યોજનાપૂર્વક,વ્યવસ્થિત ખર્ચે છે, (૩). મયાર્દિત પ્રમાણમાં મૂડી હોય, તો તેમાં થતી બચત એ જ કમાણી છે. (૪) માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય 5 સમયનું મૂલ્ય
Similar questions