India Languages, asked by prerak134, 3 days ago

આપેલ અધૂરી વાર્તા ઓછામાં ઓછા ૧૨ થી ૧૫ વાક્યો માં લખો.
શિયાળાની રાત હતી. માનવીઓ અને પશુ-પંખીઓ મીઠી નિંદર માણી રહ્યા હતા. સર્વત્ર નીરવ શાંતિ પથરાયેલી હતી. કડકડતી ઠંડીમાં એક પ્રવાસી કોઈ ધર્મશાળા ની શોધ માં ભટકતો અથડાતો ફરતો હતો. એક ધર્મશાળા ના બારણે આવીને ઊભો રહ્યો ધર્મશાળા નો દરવાજો અંદર થી બંધ હતો પ્રવાસીએ દરવાજો ખખડાવ્યો. રખેવાળ ઝબકીને જાગ્યો તે બોલ્યો "તમે કોણ છો ?” ....

Answers

Answered by hotelcalifornia
0

આ વાર્તા છે એક ઘરડા માનવીની જે કરોડપતિ હોવા છતાં રોડ પર આવી ગયો.  

Explanation:

1. એ માનવી બોલ્યો હું એકલો છું.

2. મારા સંતાનો એ મને કાઢી નાખ્યો. ખુબ દુઃખી છું ભાઈ સાહબ.

3. મને અહી રાખી લ્યો હું કામ કરીશ.

4. પેલા તો રખેવાળ વિચાર માં પડી ગયો અને કહ્યું "ભાઈ હું ટ્રસ્ટીને પૂછ્યા વગર તમને કામ પર ના રાખી શકું.

5. તમે એક કામ કરો આજ ની રાત મારી ઓરડીમાં સુઈ જાઓ.

6. કાલે ટ્રસ્ટી આવે એટલે વાત કરાવીશ.

7. એ લોકો જેમ કહે એમ કરજો.

8. અને થોડું ખાઈ લ્યો તમે ભૂખ્યા હશો.

9. તમારો ખુબ ખુબ આભાર એમ કહી માનવી જમવા લાગ્યો.

10. સવારે ટ્રસ્ટી આવ્યા અને રખેવાળે બધી વાત કરી.

11. અને એ માનવી હવે સેવા કરવા લાગ્યો ને ધર્મશાળા માં રહેવા માંડ્યો.

12. એ માનવી પાસે કરોડોની મિલ્કત હતી પણ સંતાનો એ પચાવી પાડી.  

Similar questions