હિન્દી ભાષા સાહિત્ય નો વિકાસ વર્ણવો
Answers
Answer:
હિંદી (દેવનાગરી: हिन्दी) એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે તેમજ દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રવ્યાપી ભાષા છે. હિંદી શબ્દનો ઉદ્ભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિંદ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિંદી અને ઉર્દૂ ભગિની ભાષાઓ કહેવાય છે, કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે.
હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. ૨૬ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે હિંદીને ભારતની રાષ્ટ્ર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો.
ચીની ભાષા પછી હિંદી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે.[૭]ભારત અને વિદેશમાં થઇને કુલ ૬૦ કરોડથી વધુ લોકો હિંદી બોલે છે, વાંચે છે અથવા લખે છે. ફિજી, મોરિશયસ, ગુયાના, સુરીનામ અને નેપાલની મોટાભાગની પ્રજા હિંદી બોલે છે (જો કે તે હિંદી ભારતમાં બોલાતી હિંદી કરતાં જુદી છે).
હિંદી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર મોટા પ્રમાણમાં સંસ્કૃતના શબ્દોનો પ્રયોગ કરવામા આવે છે. ઉર્દૂ નસ્તાલિકમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર તેના પર ફારસી અને અરબી ભાષાની અસર વધારે છે. વ્યાકરણિકરૂપે ઉર્દૂ અને હિન્દીમાં લગભગ સો ટકા સમાનતા છે.
Explanation:
I hope I answered you.