સાંપ્રત રાજકારણ નિબંધ ગુજરાતી
Answers
Explanation:
અત્યારના યુગનો કદાચ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સંપત્તિ ઘણી વધી હોવા છતાં વધુ સુખી થવાની વાત તો દુર પરંતુ લોકો વધુ બેબાકળા બનીને જીવતા દેખાય છે. દુનિયામાં ઘણા લોકો એક જુદી ધાર્મિકતા તરફ વળ્યા છે. મહદ અંશે આ ધાર્મિકતા તેમની ઓળખના કે રૂઢિના ભાગ રૂપે નથી, કે નથી તે શ્રધ્ધામાંથી જન્મી. પોતાને પડતી તકલીફો અને ચિંતાઓમાંથી કોઈ દૈવી શક્તિ – પછી ભલે તે ગમે તે ધર્મની હોય – ની અવિરત મદદ માંગતી આ ધાર્મિકતા છે. આંતકવાદ વકરી રહ્યો છે – કમ સે કમ તેવી ભીતિ તો દ્રઢ થતી જાય છે. મોટા દેશોમાં ફાસીવાદી તત્વો જોરશોરથી સત્તા પર આવી રહ્યા છે અથવા આવી ગયા છે. એક લગભગ આક્રમક કહી શકાય તેવો વ્યક્તિવાદ (Individualism) લગભગ દરેક જગ્યાએ દેખાય છે. દરેક વ્યક્તિ પોતાને માટે જવાબદાર બની રહ્યો છે અને બીજાના અથવા સમાજના પ્રશ્નોથી વધુને વધુ વેગળો થતો જાય છે. `સામાન્ય માણસ’ને પોતાના જીવન નિર્વાહમાં થી – કે `હજી વધુ કમાવામાંથી’ – ફુરસદ નથી. વધતી ઝડપે જનતાનું વિકેન્દ્રીકરણ થઇ રહ્યું છે. યાદ કરીએ તો જણાશે કે ૧૯૫૦-૬૦-૭૦ના દાયકાઓમાં નીકળતા સરઘસો, થતા દેખાવો, છેલ્લા વીસેક વર્ષોમાં “આરબ સ્પ્રિંગ” જેવા છુટાછવાયા બનાવોને બાદ કરીએ તો કવચિત જ જોવા મળ્યા છે. કદાચ એટલે જ રાજકીય સત્તા એવા લોકો પાસે આવી રહી છે કે જેઓ વર્ગ, ધર્મ, જાતી કે તેના જેવા અન્ય કારણોસર સમાજમાં ધ્રુવીકરણ ઉભું કરી શકે છે. કુટુંબોનું બંધારણ ધરમૂળથી બદલાયું છે. નવી પેઢીને લગ્ન કરવા નથી અથવાતો લગ્ન પછી બાળક જોઈતું નથી. છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે, આપઘાતો વધ્યા છે. વિકસિત દેશો સહિતના સમાજોમાં પણ બાળકોના પ્રશ્નોમાં સતત અને ભયજનક વધારો થયો છે. એક જ વાક્યમાં કહીએ તો આજનો “સામાન્ય માણસ”, કે જે ગમે ત્યારે દરેક સમાજનો એક બહોળો ભાગ હોય છે, તે પીસાતો હોય તેવી લાગણી અનુભવે છે. આ જે કંઈ બની રહ્યું છે તે બનાવોની પીડા સાર્વત્રિક હોવા છતાં આક્રોશ છૂટો છવાયો અને વ્યક્તિગત ધોરણે જ વ્યક્ત થાય છે, જાણે કે લોકો એકલા અટુલા અને દિશાહીન બની ગયા છે. દરેક વખતે આ પીડા અનુભવાતી નથી. ઘણીવાર એ પીડા ઉપભોક્તાની અવિરત દોડ અને ભવિષ્યના રંગબેરંગી સપના પાછળ છુપાયેલી હોય છે. ૧૯૬૪માં હર્બર્ટ મારકુસ નામના એક વિદ્વાનના શબ્દોમાં
Answer: