બિલાડી વિશે પાંચ િાક્યો લખો.
Answers
Answer:
1. બિલાડી નાનું અને ખૂબ જ સુંદર પાલતુ પ્રાણી છે.
2. બિલાડી દેખાવમાં વાઘ જેવી દેખાય છે એટલે તેને વાઘની માસી પણ કહેવાય છે.
3. બિલાડી ખૂબ બુદ્ધિમાન હોય છે અને માણસના હાવભાવ સમજે છે.
4. બિલાડીની બન્ને આંખો ભૂરા રંગની હોય છે અને રાત્રે એની આંખો ચમકે છે
5. બિલાડી રાતના અંધારામાં પણ સારી રીતે જોઈ શકે છે.
6. બિલાડીને ચાર પગ હોય છે અને તેના ચારેય પગે અણીદાર નખ હોય છે.
7. બિલાડીના નાના બચ્ચાંના મોઢામાં ૨૬ દાંત હોય છે અને એક મોટી બિલાડીના મોઢામાં ૩૦ દાંત હોય છે.
8. બિલાડી ભોજનમાં દૂધ,માંસ,માછલી,ઉંદર અને રોટલી ખાય છે
9. બિલાડી જ્યારે પણ શિકાર કરે છે ત્યારે દબાતા પગે ચાલે છે અને ઘાત કરીને શિકાર કરે છે.
10. બિલાડી ચાર થી સાત બચ્ચાંને જન્મ આપે છે.
11. જાપાનમાં બિલાડીને શુભ માનવામાં આવે છે જ્યારે ભારતમાં બિલાડીને રસ્તો કાપવાને અશુભ માનવામાં આવે છે.
12. અમેરિકાનું સૌથી લોકપ્રિય પશુ બિલાડી છે.
13. બિલાડીની સૂંઘવાની ક્ષમતા વધારે હોય છે તે દૂરથી શિકારને સૂંઘી લે છે.
14. બિલાડીનું શરીર ખૂબ જ લચીલું હોય છે.