1) ઉનાળાનો બપોર (2
please answer this question this is eassy
Answers
Answer:
I have just found a relative answer
Explanation:
ઉનાળાની બપોરે એટલે બળતી ભટ્ટીનો બફારો! ઉનાળાના બપોર એટલે અસહ્ય ઉકળાટ અને ગરમીની પરાકાષ્ઠા! ગ્રીષ્મનો મધ્યાહન એટલે ઉષ્ણતાનો ઉકળતો ચરૂ! પ્રકૃતિના રોદ્ર સ્વરૂપની એક ઝાંખી ઉનાળાનો બળબળતા બપોરે જ થાય. ધરતી અબે આકાશ બન્ને પર જ્યારે ગરમીનું સામ્રાજ્ય વ્યાપી જાય ત્યારે ક્ષિતિજ જાણે હાંફતી ન હોય એવો ભાસ થાય! રૂઠીલીને રિસાયેલી, ખિજાયેલીને ક્રોધે ભરાયેલી કુદરત જાણે બધું બાળીને ભસ્મ કરી નાખવા હઠે ન ભરાઈ હોય એમ સડકો વૃક્ષો, મકાનો અને જળાશયો-બધા બળુંબળું થઈ રહ્યા હોય ત્યરે સમજી લેવું કે ઉનાળો બરાબર જામ્યો છે!
ઉનાળાના ધોમધખતા બપોરે માનવીમાત્રના આનંદોલ્લાસમાં, વાહનવ્યવહારની ગતિવિધિમાં, પશું પંખીઓની ચહલપહલમાં અને સમસ્ત પ્રાકૃતિક વાતાવરણમાં ભાએ રે ઓટ અને મંદી આવી જાય છે. એક બાજુ, સૂર્યનારાયણ ગરમીની પ્રચંડ અગ્નિવર્ષા વરસાવતા હોય અને બીજી બાજુ ઉનાઉના લૂભર્યા વૈશાખી વાયરા ફૂંકાતા હોય ત્યારે શહેરોના હ નહિ ગામડોના રસ્તાઓ પણ સૂમસામ અને નિર્જાન બની જાય છે. એટલું જ નહિ જાણે એ વધારે પહોંલા ન થયા હોય એવો ભાસ થાય છે.
તડકાની પ્રચંડ સેરોથી ત્રાસી ગયેલા મૂંગા પશુઓ કયાંક પાણીમાં કાદવમાં કે ઝાડની આછીપાતળી છાયામાં વાગોળતાં, અળોટતાં કે હાંફતાં નજરે પડે છે. લાચાર ભોલાં પંખીડા બિચારા પોતપોતાના માળાઓમાં, મકાનોની બખોલોમાં કે ઘટાદાર વૃક્ષની ડાળીઓમાં ડોક ઢાળીને, લપાઈને કે સંતાઈને મધ્યાહન ઢળવાની રાહ જોતા હોય છે. શ્રીમંત વર્ગના માનવીઓ પોતપોતાના વ્યવસાય-સ્થળે યા ઘેર બપોરના બે-ચાર કલાકનો સમય આરામમાં કે ઉંઘવામાં પસાર કરી નાખે છે. બાકી એ વર્ગ સિવાયના મધ્યમવર્ગના અને ગરીબવર્ગના માનવીઓ તો પરસેવો રેબઝેબ થતા-થતા પણ પોતાના કમા-ધંધાને વળગેલા હોય છે. વસ્તી યા ચેતનની દ્ર્ષ્ટિએ કોઈએ તો થોડાક રડયાખડયા શ્રમજીવી મજૂરો આકાશમાં ચકરવા લેતી એકાદ બે સમડીઓ,મૃગજળ પાછડ દોડ મૂકતા કો'ક કો'ક હરણાં અને એકાએક મૂકી ઉઠતા એકલવાયા ગધેડા સિવાય જીવંત સૃષ્ટિનો ઝાઝો અણસારો જોવા સાંભળવા મળતો નથી.