India Languages, asked by hadiyalyash2007, 9 months ago

(1) જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ ? કારણ આપો.​

Answers

Answered by ruhilclassixshreeamb
0

Answer:

જગડુશા । દેશભક્ત કહેવાય કે પ્રજાવાત્સલ્ય ? કારણ આપો .

××××××××××××××××××××××××××××××××××××

ઉતર

જગડુશા દેશભક્ત અને પ્રજાવત્સલ એમ બન્ને કહી શકાય કારણ કે , માનસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ બને . જગડુશા સંકટ સમયે પ્રજા માટે આપબળે એકઠી કરેલી કમાણી અને કોઠરમાં એકઠું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે . તેમણે પોતાની વખારોમાં મૂકેલાં તામ્રપત્રોમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે , પણ વખારમાંનું બધું નમાન એનાં ભૂખે મરતાં ગરીબ ભાઇભાંડુઓનું છે . દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે . એના એક પણ દાના પર જગડુશાનો હક નથી . જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની ચાળીસ વખારો રાજા વિશળદેવની ભુખે મરતી પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી . આથી જડડુશા દેશભક્ત કહેવાય અને પ્રજાવત્સલ પબ કહી શકાય .

Similar questions