(1) સરદાર સરોવરથી શા ફાયદા થશે ?
Answers
Answer:
Mark me as brainliest
Explanation:
આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ગુજરાતના નર્મદા નદી કાંઠા વિસ્તારના 210 ગામો તથા ભરુચ શહેરની લગભગ 30,000 હેક્ટર જમીન તથા 4 લાખની વસ્તીને પુરથી રાહત થશે. રાજયના 15 જીલ્લાના 73 તાલુકાના 3137 ગામોની 18.45 લાખ હેકટર જમીનને સિંચાઇનુ પાણી મળશે. રાજ્યના 8215 ગામડાઓ અને 135 શહેરી વિસ્તારોને અવીરત પીવા માટે પાણી પૂરૂ પાડી શકાશે.એક વાર ડેમ સંપુર્ણ ભરાઇ ગયા બાદ ગુજરાતમા ખેતી તેમજ પીવાના પાણીની જરૂરીયાત 6 વર્ષ સુધી સંગ્રહી શકાશે.નર્મદાના મુખ્ય બંધ મુખ્ય જળ વિદ્યુતમથક ખાતે 200 મેગાવોટના 6 ભુગર્ભ યુનીટ જેની કુલ ક્ષમતા 1200 મેગાવોટ તેમજ નર્મદા મુખ્ય કેનાલના મુખ ઉપર 50 મેગાવોટના 5 યુનીટ દ્વારા 250 મેગાવોટની દૈનીક ક્ષમતા છે. જેમા હાલ 1200 મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી શકાય છે. યોજ્ના સંપુર્ણ થતા જળવિદ્યુત મથકો પૂરી ક્ષમતા સાથે વિજ ઉત્પાદન કરે તો દૈનીક 1450 મેગાવોટ વિજળી ઉત્પાદિત થઇ શકે.જેનાથી જળવિદ્યુત મથકની વિજ ક્ષમતા 30% જેટલી વધી જશે.અને કુલ 6000 મેગાવોટ વિજળીનુ ઉત્પાદન કરી શકાશે.
ઉત્પન્ન થતી વિજળીના ગુજરાતને 16% મધ્યપ્રદેશને 57% અને મહારાષ્ટ્રને 29 વિજળી મળશે. ગુજરાતને ત્રણેય રાજ્ય પૈકી સૌથી ઓછી વિજળી મળવા છ્તા પણ રાજ્યમા અંધારપટની સ્થીતી એક સ્વપ્ન બની જાશે.જળવિદ્યુતની કામગીરી ઉતમ રીતે પાર પાડવા બદલ નર્મદા યોજનાને વર્ષ -2011 મા ઇનીશીયા એવોર્ડ,2012 મા કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કાઉન્સીલ દ્વારા વિશ્વકર્મા એવોર્ડ તેમજ વર્ષ 2012મા ઇંડીયા પાવર એવોર્ડ મળ્યો હતો.સિંચાઇ માટે પાણી મળતુ થતા ખેડૂત વર્ષમા 2 પાકો લઇ શક્શે.ઓવરફ્લોથી થતા 427 કરોડ ઘનમીટર પાણીનો બગાડ અટકાવી શકાશે.ઉંચાઇ વધતા હાલની ક્ષમતા કરતા 4.73 મીલીયન એકર ફીટ પાણીનો સંગ્રહ થઇ શક્શે.
Answer:
this is the correct answer