India Languages, asked by patelrishee06, 3 months ago

(બ) નીચે આપેલ કોઈપણ એક વિષય પર નિબંધ લાખો [૩]
1) પુસ્તકોની મૈત્રી
મુદ્દા - પ્રસ્તાવના - સારા પુસ્તકનું મહત્વ - સારા પુસ્તકોના વચનના ફાયદા - આજની સમસ્યા - ઉપસંહાર​

Answers

Answered by amitbera1769
36

Answer:

મનુષ્યનો સાચો મિત્ર પુસ્તક

પુસ્તકોની મૈત્રી

23 એપ્રિલ 1564 વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે.

સમાજમાં લોકોને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હોય છે. એક કહેવત છે કે વિદેશમાં વિદ્યા મિત્ર સમાન છે અને વિદ્યા મળે પુસ્તકો દ્વારા. માણસનો સાથ ભલેને એક માણસ છોડી દે પરંતુ પુસ્તકો તો હંમેશા તેની સાથે રહે છે. પછી ભલે ને સુખ હોય કે દુ:ખ, તડકો હોય કે છાંયડો તે હંમેશા સાચા મિત્રની જેમ આપણી સાથે રહે છે.

દુનિયામાં દરેક સંબંધ કદાચ ખોટો સાબિત થઈ શકે છે પરંતુ પુસ્તકો સાથેની મિત્રતાનો સંબંધ ક્યારેય પણ ખોટો સાબિત થતો નથી. તે સુખની અંદર આપણી સાથે હસે છે તો દુ:ખની અંદર આપણી સાથે રડે પણ છે. ભલે દુ:ખના સમયે દુનિયાનો કોઈ વ્યક્તિ આપણી પાસે ન હોય અને આંસુઓને બંધ કરનાર ન હોય તે સમયે પણ પુસ્તક જ મિત્ર બનીને કામમાં આવે છે.

પુસ્તક દ્વારા દરેક વ્યક્તિની લાગણીને સમજી શકીએ છીએ. તેના દ્વારા ભુતકાળને પણ વાંચી શકીએ, ઈતિહાસ વિશે જાણી શકીએ છીએ. મહાન લેખકોનાં વિચારોથી પણ પરિચિત થઈ શકીએ છીએ. પુસ્તકોનો સંસાર ખુબ જ વિશાળ છે. દુનિયાની નાનામાં નાની બાબત તેની અંદર તેની અંદર સમાયેલી છે. દુનિયાના સુકા રણવિસ્તારથી લઈને ખળ-ખળ વહેતી નદીઓ સુધી દરેકની વિગત છે જેના દ્વારા તે આપણને દેશ-દુનિયાનો પરિચય કરાવે છે.

Similar questions