1. નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો :
લોકો મારું કામ જુએ કે ન જુએ, તેની કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે, તોયે હું સંપૂર્ણ
નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ કરતો રહીશ. પરીક્ષા હોય કે ન હોય તોયે હું સરખી
રીતે વાંચીશ, કસોટીના ગુણ છેલ્લા પરિણામ માટે ગણાય કે ન ગણાય તોયે હું તે સરખી કાળજીથી લખીશ; ક્રિકેટમૅચ
ટ્રૉફી માટેની હોય કે ખાલી મૈત્રીમત’ હોય તોયે હું સરખા ઉત્સાહથી રમીશ. સ્થૂળ વળતરની આશા નહિ, પણ મારા
લાયક કામ ક્યનો આત્મસંતોષ એ મારું પ્રેરકબળ હશે. મનના આ વલણને કલાકારો ‘કલા ખાતર કલા' કહે છે. પણ
છે તો જુદી જુદી પરિભાષામાં એક જ સિદ્ધાંતનાં ભાષાંતર. કામને અર્થે જ કરેલું ઉત્તમ કોટિનું કામ. પૂજામાં દેવમૂર્તિને
ચોખા ચડાવાય છે. ચોખાના દાણા અક્ષત હોવા ઘટે. એ સારા દાણા ભેગો એક તૂટેલો હોય તો ચાલશે’ એમ માને તે
સાચો પૂજારી નથી.”
- ફાધર વાલેસ
Attachments:
Answers
Answered by
18
Answer:
ઉત્તરઃ
જીવનનો સાચો પૂજારી
કદર કે શાબાશીની આશા રાખ્યા વિના પૂરેપૂરી શક્તિ અને સંપૂર્ણ નિષ્ઠાથી હું મારું કાર્ય કરતો રહીશ. પરીક્ષા કે ક્રિકેટમૅચનું પરિણામ નહિ, પણ એમાં ઉત્સાહપૂર્વકની મારી સામેલગીરીનું મારે મન મહત્ત્વ છે. કારણ કે વળતર નહિ પણ આત્મસંતોષ એ જ મારું પ્રેરકબળ છે.
કામને અર્થે કરેલું ઉત્તમ કોટિનું કામ એ “કલા ખાતર કલા’ જેવો જ સિદ્ધાંત છે.
Similar questions