(1) ભદ્રંભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે ?
Gujarat subject
Answers
Answer:
ભદ્રંભદ્રનું વર્તન એમના સંસ્કૃતપ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય જન્માવે છે. ઘેરથી નીકળીને અંબારામ સાથે સ્ટેશને જતાં, સ્ટેશને ટિકિટ-માસ્તર સાથે જે વાર્તાલાપ થાય છે તે હાસ્ય જન્માવે છે.
Explanation:
ભદ્રંભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે ?
ઉત્તરઃ
ભદ્રંભદ્રનું વર્તન જ આપણને અનેક પ્રસંગે હાસ્ય જન્માવે તેવું હોય છે. થોડા પ્રસંગ જુઓ :
1. ભદ્રંભદ્ર ઘેરથી નીકળતાં જ અપાર આનંદમાં હોય છે. અકથ્ય ઉમંગની વાતે આપણને હસવું આવે છે.
2. શિયાળવાને વરુ ધારીને ભદ્રંભદ્ર દોડવામાં અંબારામ આગળ નીકળી ગયેલા એ વાતથી આપણને હસવું આવે છે.
3. મુંબઈની ટિકિટઃ લેવા ટિકિટબારીમાં ખભા સુધી ડોકું ઘાલીને પારસી પાસેથી ટિકિટ માગે છે, ત્યારે આપણને હસવું આવે છે.
4. મુંબઈ, ટિકિટ વિશેના એમના સંસ્કૃતપ્રચુર શબ્દો સાંભળીને આપણને હસવું આવે છે.
5. પવનના સ્પર્શથી સ્નાન કરવું; પાણી પીવા ચોકો કરવો – વગેરે પ્રસંગો પણ આપણાને સારું એવું હાસ્ય પૂરું પાડે છે.