1 સંક્ષેષીકરણ in gujarati
Answers
Answer:
સંક્ષેપીકરણ કરવાની જરૂરત કયારે પડે? ગાંધીજીની આત્મકથાની સંક્ષિપ્ત આવૃત્તિ સૌપ્રથમ જોઈ ત્યારે આ સવાલ થયેલો. જો કે લેખકની વાતને, તેની અભિવ્યક્તિને અને તેણે પૂરી પાડેલી માહિતિને ટૂંકી કરવાની જરૂર પડે, અને છતાં એ રચનાનું મૂળ કલેવર ન બદલાય એવું સંક્ષેપીકરણ કરવું હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આ વિષય વિશે આટલું સમજવું અને સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ.
સંક્ષેપીકરણ કરતી વખતે મૂળ ગદ્ય કે તેના પરિચ્છેદનો મૂળ ભાવ સચવાવો જોઈએ અને તે ઓછામાં ઓછા શબ્દો દ્રારા કહેવાવું જોઈએ. વળી, સંક્ષેપના પરિણામમાં ભાષાની શુદ્ધિ પણ પૂરેપૂરી જળવાવી જોઈએ….
સંક્ષેપીકરણના કદ નો આધાર મૂળ લખાણના પ્રકાર અને સંક્ષેપના હેતુ પર રહે છે. વર્ણાત્મક કે કથનાત્મક લખાણનો સંક્ષેપ કરવામાં મોકળાશ અને સરળતા રહે છે. વિચારપ્રધાન તથા તત્વચર્ચાના કે શાસ્ત્રીય લખાણોના સંક્ષેપીકરણમાં મોકળાશ ઓછી રહે છે; જ્યારે બિનજરૂરી વિગતો અથવા શબ્દોથી બહેલાવીને જે લખાણ શરૂ થયું હોય તેનો સંક્ષેપ સહેલાયથી થઈ શકે છે. ટૂંકમાં, જે લખાણ અર્થની દ્રષ્ટિએ સઘન અને નિરૂપણાની દ્રષ્ટિએ સંકુલ હોય ત્યાં આ પ્રકારની મોકળાશ ઓછી રહે છે.
સંક્ષેપીકરણ એટલે મૂળ પરિચ્છેદ કે લખાણાનું હાર્દ જળવાઈ રહે તે રીતે કરેલો ટૂંકસાર. ભાષાનો કરકસરથી ઉપયોગ કરવાની કળા હસ્તગત કરવા માટે સંક્ષેપીકરણની તાલીમ જરૂરી છે. સૂચવેલી શબ્દ મર્યાદામાં, આપણે લીધેલા પરિચ્છેદ કે ગદ્યખંડમાંથી ગમે તેમ વાક્યો ઊઠાવીને ભેગાં કરી નાંખવાથી કે બે તૃતીયાંશ શબ્દો કાઢી નાખી બાકીના વાક્યો ગોઠવી, ગમેતેમ થીગડાં મારી દેવાથી સંક્ષેપીકરણ થતું નથી. પરંતુ મૂળ પરિચ્છેદમાં રજૂ થયેલ લેખકના વક્તવ્યને ઓછાંમા ઓછા શબ્દો દ્રારા રજૂ કરવાની સમજ અતિ આવશ્યક છે, આ માટે –
આપેલ ગદ્યખંડ બરાબર સમજાય તે રીતે, શાંત અને એકાગ્રચિત્તે વાંચો અને તેનું તાત્પર્ય સ્પષ્ટ થાય તે માટે ફરીથી એકવાર તે ગદ્યખંડ વાંચી જાઓ….
મૂળ ગદ્યખંડમાંથી મહત્વના મુદ્દાઓ જુદા તારવો અને ક્યાંય કશું રહી જતું નથીને તેની ચકાસણી કરો. મુખ્ય મુદ્દા નીચે પેન્સિલથી અંડરલાઈન કરી શકાય….
સંક્ષેપીકરણ માટે જુદીજુદી પદ્ધતિઓ અપનાવી શકાય. જેવી કે,
પુસ્તક કે પાનામાં આપેલ ગદ્યખંડમાં રેખાંકિત (લીટી દોરેલા) કે ઘાટા અક્ષરે છાપેલા શબ્દો કે શબ્દસમૂહો માટે તેની નીચે સૂચનામાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તેના ઉપયોગ દ્રારા સંક્ષેપ કરી શકાય.
મૂળ પરિચ્છેદમાં તમને એમ લાગે કે જુદાં જુદા વાક્યોને ભેગાં કરવાથી વધારાના વિશેષણો, ક્રિયાવિશેષણ કે ક્યારેક ક્રિયાપદો ટાળી શકાય એમ છે તો ત્યાં વાક્યોને ભેગા કરી સંક્ષેપ કરી તેમને પરિચ્છેદરૂપે લખી શકાય.
મૂળ ગદ્યખંડ કે પરિચ્છેદમાં વધારાની લાગતી વિગતોને તમે વિવેકપૂર્વક કાઢી નાખજો. જેવી કે, ગદ્યખંડમાંના વિચારને રજૂ કરતાં દ્રષ્ટાંતો કે ઉદાહરણો, અવતરણો કે દલીલો, અલંકારો કે સરખામણીઓ વગેરે…
મૂળ ગદ્યખંડમાં એક જ વિચારનું પુનરાવર્તન થતું જણાય તો એમાંના મુખ્ય હાર્દને પકડી લઈ પૂનરાવર્તન ટાળજો. એક જ ભાવને વારંવાર પ્રગટ કરતા પર્યાયવાચી કે સમાનાર્થી શબ્દો, વિશેષણો, રૂપકો કે પ્રતીકો યા કલ્પનોને વિવેક પૂર્વક દૂર કરજો…..
refer the above mentioned attachment