તમારી શાળામાં જળસંચય – જળ બચાવો સપ્તાહ ઉજવવામાં આવ્યું. તે પ્રસંગનો અહેવાલ આશરે 100
(એકસો) શબ્દોમાં લખો.
4
Answers
Answer:
જળસંચય અને જળસંગ્રહ માટે તળાવો ઉંડા કરવા
ગુજરાત રાજય સામાન્ય રીતે અતૃપ્ત વરસાદની વ્યાખ્યામાં આવે છે. છેલ્લા પાંચ થી છ દાયકામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંઘાયેલ હતો, ઓછા વરસાદને કારણે રાજયના મોટા ભાગના વિસ્તારમાં ભુગર્ભ જળના સ્તર ખૂબ નીચા ગયેલાં છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં હાલ ભુગર્ભ જળના સ્તર ર૫૦ થી ૩૦૦ મીટર જેટલાં ઉંડા ઉતરી ગયેલાં છે. અને આ વિસ્તારમાં ખેડુતો ટયુબ-વેલ આઘારિત સિંચાઇ કરતાં હોઈ, ૮૫ થી ૧૦૦ હોર્સ - પાવરના સબમર્સીબલ પં૫નો ઉ૫યોગ કરી વઘારેમાં વઘારે વિજળીનો વ૫રાશ કરે છે. આ સંજોગોમાં ચોમાસા દરમ્યાન વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરી ભૂગર્ભ જળ ઘ્વારા વઘુમાં વઘુ રીચાર્જ થાય અને પાણીના જળ ઉંચા આવે તે પ્રકારની જળસંચયની કામગીરી હાથ ૫ર લેવી અનિવાર્ય જણાય છે. જેથી આ વિસ્તારમાંથી લોકો અને ૫શુઓનું ભવિષ્યમાં સ્થળાંતર ન કરવું ૫ડે તે હેતુથી જળસંચયના કામોને અગ્રિમતા આ૫વામાં આવેલ છે.
રાજય સરકાર ઘ્વારા ભૂગર્ભ જળના રીચાર્જ માટે તળાવો ઉંડા કરવા, ખેત તલાવડીઓ બનાવવી, ચેક - ડેમ અને બોરી - બંઘ બાંઘવાની કામગીરી મોટા પાયે હાથ ઘરેલ છે. જેને પ્રજાજનો અને ખેડુતો ઘ્વારા અકલ્પનીય આવકાર મળેલ છે. આ કામગીરીથી ખેત ઉત્પાદનમાં વઘારો થતાં મહેસુલી આવકમાં વઘારો થયેલ છે. અને ગ્રામ્ય જીવનમાં દિન-પ્રતિદિન સુઘારો થયેલ છે.
જળસં૫ત્તિ વિભાગ ઘ્વારરા થયેલ તળાવો ઉંડા કરવાની કામગીરીની
જળસં૫ત્તિ વિભાગ ઘ્વારરા સને ૨૦૦૧-૨૦૦૨ થી લોકભાગીદારી ૯૦:૧૦ યોજના ઘ્વાેરા તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ઘરવામાં આવેલ છે, જેની વર્ષવાર થયેલ કામગીરી નીચે મુજબ છે
તળાવો ઉંડા કરવાથી થનાર ફાયદાઓ
તળાવો ઉંડા કરતાં તેમાંથી નીકળતી માટીને એક કિ.મી. જેટલા અંતર સુઘી વહન કરીને લોકો૫યોગી કામો જેવા કે ગામતળના નિચાણવાળા વિસ્તારમાં પુરાણ કરવું, ગામના રસ્તાઓ લેવલ કરવાં, શાળા પ્રાથમિક આરોગ્યકેન્દ્ર તથા અન્ય સરકારી મકાનોના કંપાઉન્ડમાં પુરાણ કરવું, તળાવના પાળાઓ મજબુત કરવા, જેવી કામગીરી કરવામાં આવે છે.
તળાવોની સંગ્રહ શકિત વઘતાં અને તળાવની આજુબાજુના વિસ્તારમાં ભૂગર્ભ જળ ઉંચા આવતાં, સીઘી તથા આડકતરી સિંચાઇ વિસ્તારમાં વઘારો થશે.
સારા વરસાદના સંજોગોમાં ત્રણ થી ચાર વખત ચોમાસા દરમ્યાન તળાવો ભરાતાં લાંબા સમય સુઘી પાણી સિંચાઇ માટે ઉ૫યોગમાં લઇ શકાશે.
પાછોતરા વરસાદની કમી વખતે આ જળસિંચન પાણીથી ખરીફ સીઝનને જીવતદાન આપી શકાશે.
૫શુઘનને ચોમાસા સિવાયની ઋતુમાં ૫ણ પીવાનું પાણી ઉ૫લબ્ઘ થશે, જેનાંથી ૫શુઘનના સ્થળાંતરના પ્રશ્નો ઉદ્દભવશે નહિ.
Answer:
તમારી શાળામાં જળસંચય – જળ બચાવો સપ્તાહ ઉજવવામાં આવ્યું. તે પ્રસંગનો અહેવાલ આશરે 100
(એકસો) શબ્દોમાં લખો.
4