(2) પ્રદૂષણ એટલે શું ? હવા પ્રદૂષણના પ્રકારો જણાવી તેની ચર્ચા
Answers
Answer:
પ્રદૂષણ એટલે હાનિકારક પર્યાવરણાત્મક અશુદ્ધિઓ અથવા તેવા પદાર્થોનું બહાર પડવું.સામાન્યપણે માનવીય કાર્યોના પરીણામે થતી પ્રક્રિયાને પ્રદૂષણ તરીકે સંબોધવામાં આવે છે.કોઈપણ માનવીય પ્રવૃતિથી જો પાછળથી નકારાત્મક અસરો ઉદ્ભવવાની હોય તો તે પ્રદૂષણ તરીકે સંબોધવાને પાત્ર છે.
Explanation:
રાસાયણિક કારખાનાઓ,તેલ શુદ્ધિકરણના કારખાના,અણુકેન્દ્રીય અપવ્યય નિક્ષેપો,નિયમિત થતી ગંદકીના નિક્ષેપો,બાળી નાખવાની ભટ્ઠીઓ,પીવીસી ફેક્ટરીઓ,કાર ફેક્ટરીઓ,પ્લાસ્ટીકની ફેક્ટરીઓ અને મોટા પ્રમાણમાં પ્રાણીઓનો બગાડ પેદા કરતી નિગમ પ્રાણી વાડીઓનો સમાવેશ ગંભીર પ્રદૂષણ સ્ત્રોતોમાં થાય છે.
અણુકેન્દ્રીય વિદ્યુત કારખાનાઓ અને તેલના ટેન્કરો જેવા અમુક પ્રદૂષણના સ્ત્રોતો જ્યારે અકસ્માત ઉદ્ભવે છે ત્યારે ખૂબ ભયંકર પ્રદૂષણ કરે છે.
ક્લોરીન મિશ્રિત હાયડ્રોકાર્બન્સ(CFH),ભારે ધાતુઓ જેવી કે સીસું(સીસાના રંગમાં અને તાજેતરમાં ગેસોલીનમાં)કેડીયમ( ફરી ચાર્જ કરી શકાય તેવી બેટરીઓમાં),ક્રોમીયમ,જસત,આર્સેનીક અને બેન્ઝીન એ અમુક સૌથી સામાન્ય અશુદ્ધિઓ છે.
કુદરતી હોનારતોમાં પ્રદૂષણ એ ઘણીવાર ગંભીર આડઅસર કરે છે.ઉદાહરણ તરીકે વાવાઝોડાઓમાં મોટેભાગે હંમેશા ગટર પ્રદૂષણ,અને ઉલટી થઈ ગયેલી બોટો,રિક્ષાઓમાંથી આવતા પેટ્રોકેમીકલ પ્રદૂષણનો અથવા સામાન્યપણે તટવર્તીય શુદ્ધિકરણના કારખાનાઓમાંથી થતી હાનિનો પણ સમાવેશ થાય છે