29, તમારી શાળામાં યોજાયેલ ‘શિક્ષક દિન’ની ઉજવણીનો અહેવાલ આશરે એકસો શબ્દો લખો.
please give correct answer
Answers
શિક્ષકદિનની ઉજવણી
તા. DD/MM/YYYY,
શહેર,
લખનાર
પાંચમી સપ્ટેમ્બરે સવારે નવ વાગ્યે અમારી પાટણની પ્રસિદ્ધ : નૂતન વિદ્યાલયમાં ઉમંગભેર શિક્ષકદિન ઊજવવામાં આવ્યો. આ પ્રસંગે શાળાના સભાગૃહને વીજળીનાં તોરણોથી શણગારવામાં આવ્યું હતું. મંચ પર આપણા સદ્ગત, વિદ્વાન રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનનું ભવ્ય તૈલચિત્ર મૂકવામાં આવ્યું હતું.
શિક્ષકદિન સમારંભના અધ્યક્ષપદે સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલ વિરાજમાન હતા. તમામ શિક્ષકો, શાળા – સમિતિના પ્રમુખ તેમજ સભ્યો, નિમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ સમયસર આવી પહોંચ્યા હતા.
સરસ્વતીદેવીની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. શાળાની વિદ્યાર્થિનીઓએ સ્વાગત – ગીત રજૂ કર્યું. શાળાના આચાર્યશ્રી પટેલસાહેબની વિનંતીથી અધ્યક્ષશ્રીએ દીપ પ્રગટાવી રાધાકૃષ્ણનના તૈલચિત્રને પુષ્પહાર પહેરાવ્યો.
પછી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી શાહે શિક્ષકના જીવનની હૃદયસ્પર્શી ચિતાર આપી શિક્ષકદિનનું મહત્ત્વ સ્પષ્ટ કર્યું. અન્ય વક્તાઓએ પ્રસંગાનુરૂપ ટૂંકાં પ્રવચનો કર્યા. શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
શ્રી મોહનલાલ પટેલે સમાજના ઘડતરમાં શિક્ષકનું પ્રદાન સ્પષ્ટ કરી શિક્ષકજીવનના આદર્શ રજૂ કર્યા.
વિદ્યાર્થીઓ તરફથી શિક્ષકોને શાલ અને શ્રીફળ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું. શાળા – સમિતિના પ્રમુખ શ્રી શાંતિભાઈ ગાલાએ શાળામાં શિક્ષક – કલ્યાણ નિધિ’ની સ્થાપનાની જાહેરાત કરી. રાષ્ટ્રગીતની ધૂન સાથે શિક્ષકદિન સમારંભની પૂર્ણાહુતિ થઈ.
Very good answer bro
the first answer I have fine