CBSE BOARD X, asked by kaveripark65, 28 days ago

(3) ‘મારી પાસે પણ મારી નાની એવી યોજના છે, તેનો
અમલ કરી શકાશે કે કેમ એ હું જાણતો નથી, પણ ચર્ચા માટે
હું તમારી સમક્ષ તે રજૂ કરું છું. મારી યોજના શી છે ? પ્રથમ તો
માનવજાતને હું ‘કોઈનો નાશ ન કરો' એ સિદ્ધાંત સ્વીકારવાનું કહીશ .
વિનાશક પદ્ધતિવાળા સુધારકો દુનિયાનું ભલું કરી શકતા નથી, કોઈ
પણ વસ્તુ તોડો નહિ, કોઈને ખેંચી કાઢો નહિ, પણ રચનાત્મક કાર્ય
કરો. બને તો સહાય કરો, જો તેમ ન કરી શકો તો હાથ જોડીને
બેસી રહો અને જે થાય તે જોયા કરો. ભલે તમે મદદ ન કરી શકો
પરંતુ હાનિ તો ન જ કરો. કોઈ પણ માણસને તે જ્યાં છે તે સ્થળેથી
તેને ઊંચે લાવો. જો ઈશ્વર બધા ધર્મનું કેન્દ્ર છે તે સાચું હોય અને
આ બધી ત્રિજ્યાઓ મારફતે આપણે બધા તેના તરફ દોરવાઈએ
છીએ તે સત્ય હોય, તો આટલું ચોક્કસ માનજો કે આપણે એ કેન્દ્ર
જરૂર પહોંચવાના. જ્યાં બધી ત્રિજ્યા મળે છે તે કેન્દ્રમાં આપણા
બધા ભેદભાવો દૂર થવાના, પણ આપણે ત્યાં ન પહોંચીએ ત્યાં સુધી
ભેદભાવ તો રહેવાના જ.''
- સ્વામી વિવેકાનંદ​

Attachments:

Answers

Answered by madhrigupta240790
1

Explanation:

मुझे भाषा नहीं पता यह कौन सी भाषा है

Similar questions