Science, asked by khushikumarshah2002, 3 months ago

(39) ક્ષારણ એટલે શું ? તેના ઉદાહરણો આપો અને ક્ષારણ
અટકાવવાના ઉપાયો જણાવો.​

Answers

Answered by chaudharivijaybhai11
2

Answer:

ક્ષારણ એટલે શુ તેના ઉદાહરણ લાખો

Answered by maheshwarikuldeep417
0

Answer:

કોઈ પણ ધાતુની સપાટી હવા , પાણી કે ભેજના સંપર્કમાં આવે ત્યારે તેનું ખવાણ થવાની ક્રિયાને ધાતુક્ષારણ કહેવાય છે . દા.ત. , લોખંડને કાટ લાગે છે . તાંબા કે પિત્તળાનાં વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર બાઝે છે . લોખંડના કાટનું રાસાયણિક સૂત્ર ( Fe203.xH20 ) છે . નિષ્ક્રિય ધાતુઓ - ગોલ્ડ , સિલ્વરનું ક્ષારણ થતું નથી . કેટલીક વાર ધાતુના ક્ષારણની પ્રક્રિયા ફાયદાકરક હોય છે . દા.ત. , ઍલ્યુમિનિયમ ધાતુની સપાટી હવામાં ખુલ્લી રહેતાં , તેના પર ઍલ્યુમિનિયમ ઑક્સાઈડનું પાતળું ખુલ્લી રહેતાં , તેના પર ઍલ્યુમિનિયમ ઑક્સાઈડનું પાતળું સ્તર બને છે . પરિણામે ઍલ્યુમિનિયમનું ક્ષારણ થતું અટકે છે . ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો નીચે પ્રમાણે છે : લોખંડનું ક્ષારણ અટકાવવા માટે તેની ઉપર રંગ લગાવવો જોઈએ . જો લગાડેલો રંગ નીકળી જાય , તો તે ક્ષારણની પ્રક્રિયા શરૂ થાય છે . તેથી લોખંડ ઉપર નિશ્ચિત સમયાંતરે રંગ લગાવવો જોઈએ . લોખંડની ચીજવસ્તુઓ ( જેવી કે હથોડી , પક્કડ , માળીની કાતર વગેરે ) ઉપર તેલ લગાડવાથી ક્ષારણ અટકાવી શકાય છે . કારણ કે તેલનું સ્તર લોખંડની ચીજવસ્તુને હવા કે ભેજના સંપર્કમાં આવવા દેતું નથી . લોખંડની સપાટી ઉપર ઝિંક ધાતુનું અતિબારીક અસ્તર ચડાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે .

Similar questions