(4) નાવિકે રામના પગ કેમ પખાળ્યા?
Answers
Answer:
પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મિકી રચિત રામાયણ નો કેવટ પ્રસંગ છે અયોધ્યા થી વનવાસ જવા નીકળેલા રામને હોડો ઓળંગવા નીજરૂર પડે છે લક્ષ્મણ -સીતા ને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે, પણ રામને નાવમાં બેસાડવાની 'ના 'કહે છે .નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા રામ ની ચરણ રજથી સ્ત્રી બની ગઈ છે .હવે જો રામની ચરણરજ હોડીને સ્પર્શે તો હોડી પણ સ્ત્રી બની જાય એવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે નાવિકને ઘેર એક સ્ત્રી પત્ની તો છે જ,ચરણ સ્પર્શ થી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણપોષણ તે કેવી રીતે કરે આજીવિકાનું એક માત્ર સાધન હોડી છીનવાઈ જાય !ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે તેઓ નાવિકને ગંગાજળથી રામ ના પગ ધોવા કહે છે જેથી રજ ધોવાઇ જાય,ચરમ સ્વચ્છ થાય અને ઘોડી સ્ત્રી બનતા બચી જાય અંતે પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામ ના પગ ધોવે છે અને સંતોષ પામે છે મૂંઝાતા નાવિક નૂ ભોળપણ પરોક્ષરીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી મધ્યસ્થી અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય જોવા.મળે છે.
શબ્દાર્થ--
સ્વામ-નાથ (અહીં:'રામ')
ચરણ રેણ-ચરણરજ ,પગ ની રજ
અહલ્યા-ગૌતમ