( 49) નીચે આપેલ ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેનો યોગ્ય શીર્ષક આપો.
‘એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો એમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી. તે રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. જેમાં આપણે આપણી જાતનો જ સૌ-પ્રથમ વિચાર કરીએ છીએ. તે સ્વાર્થીપણું મોટામાં મોટું પાપ છે જે એમ વિચારે છે કે, “હું પહેલાં ખાઈ લઈશ, હું બીજા કરતાં વધુ ધન મેળવીશ અને બધું જ મારી પાસે રાખીશ.” જે એમ વિચારે છે કે, બીજાની પહેલાં હું સ્વર્ગમાં જઈશ. બીજાની પહેલાં હું મુક્તિ મેળવીશ. તે મનુષ્ય સ્વાર્થી છે. નિઃસ્વાર્થ મનુષ્ય કહે છે કે હું છેલ્લો રહીશ. હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી. વળી જો નરકે જવાથી પણ મારા ભાઈઓએ હું મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું. આ નિઃસ્વાર્થ વૃત્તિ જ ધર્મની કસોટી છે.'' – સ્વામી વિવેકાનંદ
please answer this fast
Answers
Answered by
13
Answer:
હૃદયનો અરીસો
એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયાં હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી, તેમ આપણા હૃદયના અરીસા ઉપર અજ્ઞાન અને દુષ્ટતાનો કચરો અને ધૂળ જામી ગયાં છે. આથી આપણે સ્વાર્થી બની ગયા છીએ; પરંતુ સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે અને નિઃસ્વાર્થવૃત્તિ એ ધર્મની કસોટી છે.
Answered by
1
Explanation:
may be it will be help u mrk me as brinlist .....
Attachments:
Similar questions