Science, asked by marvinchaudhary29, 11 months ago

5 વ્યાખ્યા આપો. (ગમે તે થાર)
(1) દબાણ
(2) આવૃત્તિ
(૧) આપાત કોણ
(3) (ભૂકંપ
(5) નવા​

Answers

Answered by rssingh64
1

Answer:

ધરતીકંપ (ભૂકંપ અથવા આંચકા તરીકે પણ ઓળખાય છે) એ પૃથ્વી (Earth)નાં પડો (crust)માં અચાનક ઊર્જા મુકત થવાથી સર્જાતાં ધુ્રજારીનાં કંપનો (seismic wave)નું પરિણામ છે.સીઝમોમીટર (seismometer) કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. સામાન્ય રીતે ધરતીકંપની જે-તે ક્ષણની તીવ્રતા (moment magnitude) નોંધવામાં આવે છે અથવા તો વધુ પ્રચલિત એવા રિકટર સ્કેલ (Richter)માં તેને માપવામાં આવે છે. ૩ અથવા તેનાથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપ મોટા ભાગે અતિસૂક્ષ્મ હોવાથી નોંધાતા નથી જયારે ૭ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ ઘણા મોટા વિસ્તારમાં ગંભીર નુકસાન પહોંચાડે છે. ધ્રુજારીની તીવ્રતા સુધારેલા મેરકલ્લી સ્કેલ (Mercalli scale) પર માપવામાં આવે છે.

ધ્રુજારી, આંચકા દ્વારા અને કોઈક વખત જમીન ખસેડીને ભૂકંપ ધરતીની સપાટી પર બહાર આવે છે. જયારે ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) દરિયામાં કયાંક બહુ દૂર હોય ત્યારે ઘણી વખત સમુદ્ર તળ એટલું ખસે છે કે તેનાથી ત્સુનામી (tsunami) પેદા થાય છે. ભૂકંપથી ભૂસ્ખલન થઈ શકે છે અને કયારેક જવાળામુખી પણ જાગૃત થઈ શકે છે.

એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો, જેનાથી ભૂ-કંપનો (seismic wave) ઊભા થાય એવાધરતીના પેટાળમાં થતા કોઈ પણ પ્રકારના હલનચલનને દર્શાવવા માટે ધરતીકંપ શબ્દ વાપરવામાં આવે છે. પછી ભલે તે કુદરતી ઘટના (phenomenon) હોય કે પછી માનવસર્જિત ઘટનાના કારણે સર્જાયાં હોય. મોટા ભાગે ભૂસ્તરોમાં ભંગાણ (faults) થવાથી ભૂકંપ પેદા થતા હોય છે પરંતુ જવાળામુખીના કારણે, ભૂસ્ખલનના કારણે, ખાણમાં બારુદ વિસ્ફોટો અને અણુકેન્દ્ર સંબંધી પ્રયોગોના કારણે પણ ભૂકંપ આવી શકે છે. ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ (focus) કે ઉદ્ભવબિંદુ (હાયપોસેન્ટર) (hypocenter) કહેવામાં આવે છે. બરાબર એની ઉપર જયાં આ ધ્રુજારી જમીનના સ્તરને અડે છે તેને ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) કહેવામાં આવે છે.

Explanation:

કુદરતી ભૂકંપો

ભંગાણના પ્રકારો

ટેકટોનિક ધરતીકંપો આ પૃથ્વી પર ગમે ત્યાં થઈ શકે છે. જયાં પણ ભંગાણના સ્તર (fault plane) ઊંચા થઈ શકે કે તૂટી શકે એટલી માત્રામાં સ્થતિસ્થાપક ઊર્જા સંગ્રહાઈ હોય ત્યાં આ ધરતીકંપો સર્જાતા હોય છે. પૃથ્વીની સૌથી વધુ સપાટી જેનાથી રચાઈ છે તે પરાવર્તી (transform) પ્લેટ અથવા કેન્દ્રગામી (convergent) પ્રકારની પ્લેટ છે. જો ઘર્ષણ વધારતી હોય તેવી કોઈ અનિયમિતતા અથવા ખરબચડાપણું (asperities) ન હોય તો આ પ્લેટો (પોપડાઓ) એકબીજા પર સહેલાઈથી અને ધરતીકંપના તરંગો ઉપજાવ્યા વિના (aseismically) સરે છે. પરંતુ મોટા ભાગના પોપડાઓના છેડા આવું ખરબચડાપણું ધરાવતા હોય છે અને તેથી અથડાવું-સરકવું જેવી ઘટના (stick-slip behaviour) ઘટે છે.આવી રીતે જો પૃથ્વીના બે આંતર પોપડાઓના છેડા એકબીજામાં અટવાઈ જાય તો બે પોપડાઓના સતત હલનચલનથી તણાવ વધે છે અને તેથી પોપડાઓના એ છેડા પર ખાસ્સા પ્રમાણમાં ઊર્જા ઊભી થાય છે.જયાં સુધી છેડા પરનું ખરબચડાપણું તૂટી ન જાય ત્યાં સુધી તણાવ વધતો રહે છે અને પછી અચાનક છેડાનો અટવાઈ ગયેલો ભાગ છૂટીને ઊંચો થઈને બીજા સ્તર પર સરકે છે અને અત્યાર સુધી સંગ્રહાયેલી ઊર્જા છૂટી પડે છે. આ જે ઊર્જા મુકત થાય છે તે કેટલાક મૂળભૂત તત્ત્વો (strain) ધરતીકંપ સર્જતા તરંગો (seismic waves), પોપડાઓના છેડા પરના ઘર્ષણથી પેદા થયેલી ગરમીના રૂપમાં છૂટા પડે છે જેનાથી ઘણી વાર પથ્થર/પહાડ પણ તૂટી જાય છે અને આમ ધરતીકંપ આવે છે. ધીમે ધીમે મોટું કદ લઈ રહેલા આ તણાવ અને ઘર્ષણ ઘણી વાર અચાનક ધરતીકંપમાં પરિણમતા નથી, જેને સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત (ઈલેસ્ટીક-રીબાઉન્ડ થીયરી) (Elastic-rebound theory) કહે છે. ધરતીકંપની કુલ ઊર્જામાંથી માત્ર 10 ટકા કે તેથી પણ ઓછી ઊર્જા સિઝમીક એનર્જી તરીકે છૂટી પડે છે તેવું અનુમાન છે.ધરતીકંપની મોટા ભાગની ઊર્જા પોપડાઓમાં ભંગાણ (fracture) પેદા કરવામાં વપરાઈ જાય છે અથવા તો પછી ઘર્ષણથી પેદા થતી ગરમીમાં રૂપાંતરિત થઈ જાય છે. આમ, ધરતીકંપો પૃથ્વીની સંભવિત સ્થિતિસ્થાપક ઊર્જામાં ઘટાડો કરે છે અને તેના તાપમાનમાં વધારો કરે છે. જો કે આ બદલાવો, પૃથ્વીના પતાળમાં રહેલી અઢળક ગરમીની સરખામણીમાં નહિવત્ છે.[૧]

ધરતીકંપ ભંગાણના પ્રકારો

If it was helpful than mark as brainlist and give thanks.

Similar questions