India Languages, asked by babulkherrasheda, 7 months ago

પ્રશ્ન-5 :
(19)
નીચેનામાંથી ગમે તે એક વિષય પર આશરે 150 શબ્દોમાં નિબંધ લખો.
પરિશ્રમ એ જ પારસમણિ​

Answers

Answered by boss001gamer
18

Explanation:

a reaction in which a compound breaks down into two or more simpler substances. The general form of a decomposition

mark me brainly answers

Answered by utsavpanchal225
16

Answer:

પરિશ્રમ, પુરુષાર્થ, શ્રમ કે મહેનત જેનું માનવ જીવનમાં ખૂબ મહત્ત્વ છે. પારસમણિ જો લોઢાને સ્પર્શે તો એ સોનું બની જાય છે. લોખંડ તો ક્યારેક કટાઈ પણ જાય, પરંતુ સોનાને કદી કાટ લાગતો નથી આપણું જીવન પણ સોના જેવું ક્યારે બને? જો પરિશ્રમ રૂપી પારસમણિ આપણને સ્પર્શે, અને જીવનમાં પ્રગતિ કરવી હોય તો મહેનત કર્યા વગર છૂટકો નથી. મોટા-મોટા કલાકારો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ કે સાહિત્યકારો જે બધા પોતાના પરિશ્રમથી જ જીવનમાં આગળ વધ્યા છે. ‘સિદ્ધિ તેને જઈ વળે, જે પરસેવે નહાય’ એવું પણ બને કે ઘણાં પ્રયત્નો છતાં જીવનમાં ક્યારેક નિષ્ફળતા પણ મળે, પરંતુ પુરુષાર્થ કદી છોડવો જોઈએ નહીં. આળસુ માણસ તેના જીવનમાં કદી આગળ વધી ન શકે. માટે કોઈપણ કાર્યમાં આળસ કદી રાખશો નહીં. જીવનમાં સફળતા ઈચ્છતા હોય તો પરિશ્રમ વગર એ શક્ય નથી. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આપણે જેટલા ઘસાઈએ એટલા ઉજળા થઈએ. મહેનતુ માણસ મનથી પણ હંમેશાં ખુશ રહે છે અને શ્રમ કરનારનું શરીર પણ સદા માટે નિરોગી રહે છે.”

Similar questions