પ્રશ્ન-5
‘રાવણનું મિથ્યાભિમાન’ પ્રસંગકથાનું વર્ણન દસ-બાર વાક્યો માં કરો
Answers
Answer:
બાળ મિત્રો, રામાયણ અને મહાભારત આપણા આ બે મહાન ધર્મગ્રંથોથી આપણે સૌ પરિચિત છીએ. આ બન્ને કૃતિઓ સદીઓથી આપણને જીવન ઉપયોગી વાતો શીખવતી રહી છે. રામાયણના તમામ પાત્રો માંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે. રામના આદર્શો , સીતાનો ત્યાગ, લક્ષ્મણનો ભાઈ-પ્રેમ વગેરે.
રામાયણનું એક પાત્ર તો આપણે ક્યારેય ન ભૂલી શકીએ એ છે રાવણ. તમે જાણો જ છો તે ખુબજ શક્તિશાળી હતો છતાં તેનામાં એક નબળાઈ પણ હતી. તે ખુબ જ અભિમાની હતો, તેને પોતાની
તાકાતનું ઘમંડ હતું. કહેવાય છે ને કે બહુ અભિમાન સારું નહિ. રાવણની બધી જ તાકાત તેના અભિમાનને કારણે નકામી થઇ.
તમે ટીવીમાં રામાયણ જોઈ છે? તેમાં સીતાના સ્વયંવરમાં રાવણ ખુબજ અભિમાન કરે છે અને અંતે તેના પર બધા ખુબ હસે છે. આજે આપણે કવિશ્રી "ગીરધર' દ્વારા લખાયેલ આ પ્રસંગને માણવાનો છે અને સાથે સાથે યાદ પણ રાખવાનું છે કે અભિમાનીમાણસની કેવી હાલત થાય. તો ચાલો કાવ્ય 'રાવણનું મિથ્યાભિમાન' માણીએ.
રાવણ ખુબ ગામડી હતો પણ જયારે