5
તમે જોયેલી કોઈ એક ફિલ્મ કે નાટક વિષે 8-10 વાક્યો લખો .
plz give me answer p
Answers
Answer:
Explanation:
ગુજરાતી ફિલ્મ અને નાટક વિશે
દરેક ભાષાની એક આગવી ઓળખ, શૈલી અને રજૂઆતની ઢબ હોય છે. કોઈ પણ ભાષા કે સંસ્કૃતિની રજૂઆત શબ્દો એટલે કે પુસ્તકો ઉપરાંત નાટ્ય, નૃત્ય કે ફિલ્મ સ્વરૂપે કરવામાં આવે તો તે વધારે અસરકારક નીવડે છે. ગુજરાતી ભાષામાં પણ ઘણી ઉમદા ફિલ્મો અને નાટકો રજૂ થયા છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગના આરંભથી છેક આજ સુધી તેને ઘણા દિગ્ગજ અભિનેતા, અભિનેત્રી, સંગીતકાર, ગીતકાર, દિગ્દર્શક, નિર્માતા વગેરેની ભેટ ગુજરાતની ભૂમિએ આપી છે. 14મી સદીમાં ગુજરાતમાં ભવાઈના માધ્યમથી મનોરંજન મળવાની સાથે સાથે લોકસંસ્કૃતિનો પણ પ્રચાર થતો હતો. ત્યાર પછી સમયાંતરે નાટક, ચલચિત્ર વગેરે અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતી ભાષા – સંસ્કૃતિનો પરિચય કરાવતી અને મનને આનંદ આપે તેવા ગુજરાતી નાટકો અને ફિલ્મોની વિગતો આ વિભાગમાં આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને રંગમંચ સાથે સંકળાયેલી મહત્ત્વની વ્યક્તિઓની યાદી પણ આપવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિશે (About Gujarati Film Industry) :
૧૯૧૨માં સૌ પ્રથમ ફિલ્મ ‘પુંડલિક’ રજૂ થઈ ત્યાર પછી ૧૯૧૭થી અનેક ગુજરાતી નિર્માતાઓ ફિલ્મનિર્માણ તરફ વળ્યા. ૧૯૧૭માં જમશેદજી માદને કોલકત્તામાં ‘માદન થિયેટર્સ’નો આરંભ કર્યો, જ્યારે મુંબઈમાં ૧૯૧૮માં દ્વારકાદાસ સંપતે એસ.એન.પાટણકર સાથે હાથ મિલાવીને ‘પાટણકર એન્ડ ફ્રેન્ડ્ઝ કંપની’ સ્થાપી.
ત્યાર પછી માણેકલાલ પટેલ, ભોગીલાલ દવે, નાનુભાઈ દેસાઈ, વજેશંકર પટ્ટણી, ઈન્દુલાલ યાજ્ઞિક, ચીમનલાલ દેસાઈ જેવા અનેક નિર્માતાઓએ પોતાની નિર્માણસંસ્થાનો આરંભ કર્યો અને મૂંગી ફિલ્મો બનાવી.
પ્રથમ બોલતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ ઈ.સ.1932માં રજૂ થઈ હતી, જેના દિગ્દર્શક નાનુભાઈ વકીલ હતા અને નિર્માતા હતા ‘સાગર મુવીટોન’ના ચીમનલાલ દેસાઈ
ગોવર્ધનરાય ત્રિપાઠીની નવલકથા પર બનેલી સ્વચ્છ સામાજીક ફિલ્મ ‘ગુણસુંદરી’(1948)એ ગુજરાતી પ્રેક્ષકો પર પોતાનો જાદુ ચલાવીને ગુજરાતી ફિલ્મ જગતમાં ઇતિહાસ રચીને અભુતપૂર્વ સફળતા મેળવી. ત્યાર પછીના વર્ષોમાં રજૂ થયેલ કરિયાવર (1948), ગાડાનો બેલ (1950), મહેંદી રંગ લાગ્યો (1960), અખંડ સૌભાગ્યવતી(1964), કંકુ(1969) જેવી ફિલ્મોએ ગુજરાતની સંસ્કૃતિને રૂપેરી પડદે ઉજાગર કરી.
1961માં રજૂ થયેલી ‘હીરો સલાટ’ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો ઍવોર્ડ .
પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ ‘લીલુડી ધરતી’ હતી જે 1968માં રજૂ થઈ હતી. 1976માં રજૂ થયેલી ‘સોનબાઈની ચૂંદડી’ ગુજરાતી પ્રથમ સિનેમાસ્કોપ ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક ગિરીશ મનુકાંત હતા અને નિર્માતા હતા રાવજીભાઈ જે. પટેલ.
1976માં જ રજૂ થયેલી ફિલ્મ ‘ભાદર તારા વહેતા પાણી’ને બહોળો લોકપ્રતિસાદ મળ્યો હતો. ખલીલ ધનતેજવી જેવા ખ્યાતનામ શાયરે પોતાની નવલકથા પરથી બનેલી ફિલ્મ ‘ડૉ. રેખા’નું દિગ્દર્શન પણ કર્યું.
હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે ઘણી ફિલ્મો કર્યા પછી કૃષ્ણકાન્ત ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શન તરફ વળ્યા અને ‘ડાકુ રાણી ગંગા’, ‘વિસામો’, ‘કુળવધૂ’ જેવી અર્થપૂર્ણ સામાજિક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું.
1981માં રજૂ થયેલ ‘ભવની ભવાઈ’ ફિલ્મને દિલ્હી ખાતે યોજાયેલ આઠમા આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવમાં રાષ્ટ્રિય પુરસ્કાર પ્રાપ્ત થયો. ‘ન્યૂયોર્ક મ્યુઝિયમ ઑફ મોર્ડન આર્ટ’ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મ પ્રદર્શિત થઈ. ફ્રાન્સમાં યોજાયેલા ત્રીજા યુનેસ્કો આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મને ‘યુનેસ્કો હ્યુમન રાઇટ્સ’ ઍવોર્ડ પ્રાપ્ત થયો. લંડનમાં યોજાયેલા ‘ન્યૂ ઇન્ડિયન સિનેમા’ ઉત્સવમાં આ ફિલ્મ દર્શાવવામાં આવી હતી
1994માં રજૂ થયેલ ‘માનવીની ભવાઈ‘ ફિલ્મ પન્નાલાલ પટેલની આ જ નામની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા ઉપર આધારિત ફિલ્મ હતી.
સુરતના સંગીતપ્રેમી સંશોધક હરીશ રઘુવંશીએ પહેલવહેલી વાર 1932 થી 1994 સુધીની ફિલ્મોની માહિતી અને તેનાં ગીતો, ગાયક, સંગીતકાર, રેકોર્ડ નંબર વગેરેની વિગત આપતા ગ્રંથ ‘ગુજરાતી ફિલ્મ ગીતકોશ’નું પ્રકાશન 1995માં કર્યું, જેમાં કુલ 579 ફિલ્મોની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રાદેશિક ફિલ્મોના દસ્તાવેજીકરણનું આવું કામ પહેલું અને અત્યાર સુધી એક માત્ર બની રહ્યું છે. થોડા સમયમાં તેની સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન પણ થશે.
35 MM સિનેમા સ્કૉપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘દરિયાછોરું’ હતી જે 1998માં રજૂ થઈ હતી.
1932 થી લઈને 2014 સુધી ગુજરાતી ભાષામાં 1198 ફિલ્મો બની છે. 1970 થી 1990નો સમયગાળો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો સુવર્ણકાળ ગણાય છે. અહીં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ઘણી યાદગાર ફિલ્મોમાંથી કેટલીક મહત્ત્વની ગુજરાતી ફિલ્મોની માહિતી ટૂંકમાં આપવામાં આવી છે.
ચાલો ગુજરાતી મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ, ગુજરાતી ફિલ્મો અને નાટકો વિશેની માહિતી મેળવીએ.