(9) હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં,
આ લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.
Answers
જવાબ: હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં,
આ લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.
જગતમાંથી પાપોને દૂર કરવાનો સર્વોત્તમ માર્ગ આ પંક્તિઓમાં દર્શાવવામાં આવ્યો છે. માણસમાં પાપ અને પુણ્યની વૃત્તિ સ્વાભાવિક રીતે રહેલી હોય છે. તેથી આ પૃથ્વી પર આદિકાળથી પાપનું આચરણ થતું રહ્યું છે.
પાપોનો અને પાપીઓનો પ્રતિકાર કરવા માટે યુગે યુગે નવા નવા નીતિનિયમો ઘડાયા છે, વિવિધ ઉપાયો કરવામાં આવ્યા છે તેમજ અવતારી પુરુષોનું આગમન કે અવતરણ થયું છે, તેમ છતાં પાપોનો સમૂળગો નાશ થઈ શક્યો નથી. એનું એક કારણ એ હોઈ શકે કે વખતોવખત પાપીઓને દંડવામાં આવે છે, પરંતુ પાપ કરવાની વૃત્તિ દૂર થાય એવાં રચનાત્મક પગલાં લેવાતાં નથી.
ખરેખર તો પાપીઓનો નાશ કરવાની પ્રવૃત્તિ પણ પાપના આચરણ જેવી જ છે. જેમ કાદવ કે મેલને દૂર કરવા માટે નિર્મળ જળની જરૂર પડે છે તેમ પાપીઓની પાપવૃત્તિને અંતરની નિર્મળ સ્નેહવૃત્તિ વડે દૂર કરી શકાય. આત્માની સદવૃત્તિથી જ પાપવૃત્તિને અંકુશમાં રાખી શકાય. પાપીઓનો તિરસ્કાર કરવાથી કે તેમને હણી નાખવાથી પાપોમાં ઘટાડો થવાને બદલે વધારો થાય છે. પરંતુ ક્ષમા, સ્નેહ અને સહાનુભૂતિ વડે પાપીઓમાં રહેલી પાપવૃત્તિને રચનાત્મક દિશામાં વાળી શકાય છે.
આમ, માનવીને પાપના રસ્તે દોરી જનારા સંજોગોને દૂર કરવાથી અને પાપી માણસનો વિશ્વાસ જીતી લેવાથી જગતમાંથી પાપો અવશ્ય દૂર કરી શકાય.
પાપી ને શાંત કરવા પાપનું શમન કરવું જરૂરી છે. વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું આચરણ દોષપાત્ર ગણાય.
Answer:
એફ માટે કાળજી માટે નવા વર્ષની શુભેચ્છા સંદેશ આપે તે કોઈ ગેમ્સમાં પારંગત