Hindi, asked by vimalsanjay143, 1 month ago

૦. 'ખાડો ખોદે તે પડે' કહેવત સમજાવો.

answer​

Answers

Answered by rm4889076
2

Answer:

ખાડો ખોદે એ પડે

કર્મનું ફળ અફર હોય છે. શાસ્ત્રો એ વાતમાં સ્પષ્ટ છે કે વ્યક્તિને કેવા કર્મો કરવા એ નક્કી કરવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પણ પછી એ કર્મોનું ફળ શું મળશે એ નક્કી કરવાની સ્વતંત્રતા તેનામાં નથી. વ્યક્તિએ કરેલા કર્મોનું ફળ પ્રકૃતિ અથવા ભગવાન આપતા હોય છે. પછી ભલે એ ફળ આ જન્મમાં મળે કે આવનાર જન્મમાં. પ્રકૃતિનો ભૌતિક રીતે પણ એ જ નિયમ છે કે જેટલા પ્રમાણમાં ઘાત થશે એટલા પ્રમાણમાં જ અને વિરુદ્ધ દિશામાં પ્રતિઘાત પણ થશે. માટે મનુષ્યએ પોતાના કર્મો તેના દ્વારા મળનારા ફળને ધ્યાનમાં રાખીને જ કરવા જોઈએ.

આ મૂળભૂત સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જ આ રૂઢિપ્રયોગ પ્રચલિત થયો છે. ખુબ જાણીતો આ રૂઢિપ્રયોગ આમ તો પોતે જ બધું સમજાવી દે છે. બીજાનું ખરાબ કરવા માટે કારસો ઘડનાર જયારે પોતાની જ જાળમાં ફસાઈ જાય છે ત્યારે આ કહેવત ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત પોતાની સાથે કુદરતના નિયમની પણ પુષ્ટી કરે છે. સંસારમાં કોઈ પોતાના કરેલા કર્મોના ફળથી પર નથી એ હકીકત આ કહેવત દ્વારા દર્શાવામાં આવી છે.

ઉદાહરણ - "પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદીઓને ઉછેરતું રહ્યું. પણ આજે એ પોતે ખોદેલા ખાડામાં જ પડી ગયા છે. ત્યાંના આતંકવાદીઓ હવે તેમના લોકોને જ મારી રહ્યા છે."

Explanation:

mark is Brainlist ✌️

Similar questions