atmosphere essay in gujrati
Answers
Answer:
Explanation:
પ્રદૂષણ એ પર્યાવરણમાં હાનિકારક પદાર્થોનું મિશ્રણ છે જે કુદરતી પ્રક્રિયાઓ અને ચક્રમાં ખલેલ પહોંચાડે છે. પર્યાવરણીય પ્રદૂષણને વિવિધ પ્રકારોમાં વહેંચવામાં આવે છે જેમ કે, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ વગેરે... પાછલા ઘણા દાયકાઓથી પ્રદૂષણના સ્તરમાં મોટી સંખ્યામાં વધારો થયો છે અને અગાઉની તુલનામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ છે.
પ્રદૂષણના દુષ્પ્રભાવો :
વાતાવરણમાં રહેલા બધા જ કુદરતી વાયુઓ એકબીજા સાથે પ્રતિક્રિયા કરીને સંતુલન સ્થાપે છે. તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનો છોડ અને વૃક્ષો દ્વારા ખોરાક બનાવવામાં ઉપયોગ થાય છે, જેથી કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ સંતુલનમાં રહે છે. પરંતું કલ્પના કરો કે જ્યારે કોઇ છોડ કે વૃક્ષ નહીં હોય ત્યારે શું થશે? છોડ અને વૃક્ષની સંખ્યામાં ઘટાડો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે, જેનાથી તાપમાનનું સ્તર વધે છે અને ગ્લોબલ વોર્મિંગ તરફ દોરી જાય છે, જે સાંપ્રત સમયની બધી જ પર્યાવરણીય સમસ્યાઓનું કેંદ્રબિંદુ છે.
પ્રદૂષણને અટકાવવાના ઉપાયો:
વર્તમાન સમયમાં પ્રદૂષણ એક મોટો પડકાર બની ગયો છે અને તે રાક્ષસનો ચહેરો લે તે પહેલા આપણે જાગી જવાની જરુર છે. નીચે મુજબના ઉપાયો કરવાથી આપણે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકિએ તેમ છીએ.
(૧). વધુ વૃક્ષો વાવીને.
(૨). વાહનોનો ઉપયોગ ઓછો કરીને.
(૩). કચરાના નિકાલની યોગ્ય પદ્ધતિ વિકસાવિને.
(૪). રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરીને.
(૫). હાનીકારક પદાર્થોને રિસાઇકલ કરી પુન:ઉપયોગની યોગ્ય પદ્ધતિ વિકસાવીને
(૬). પુન:પ્રાપ્ય ઉર્જાસ્રોતોનો વધુ ઉપયોગ કરીને.....વગેરે
આપણી પાસે હજુ પણ આપણી ઇકોસિસ્ટમને બચાવવા માટેનો સમય છે. પર્યાવરણીય પ્રદૂષણ માટે વૈશ્વિક સ્તરે જાગરુકતાની જરુર છે. આપણે આપણી ભૂલોમાંથી શીખ લઇને આપણી જવાબદારી સમજી માનવજાતિના અસ્તિત્વને ટકાવી રાખવા યોગ્ય પગલાં ભરવા જોઇએ. કદાચ સમયસર પ્રદૂષણને નાથી નહીં શકાય તો માનવજાતનું ધરતી પર અસ્તિત્વ જોખમાશે!
PLEASE MARK ME AS BRAINLIEST PLZZZZZZ