Audi panel a keva-keva kurivajo prachalit hata?
Answers
(1) આઝાદી પહેલા ભારતીય સમાજમાં કેવા કેવા કુરિવાજો પ્રચલિત હતા?
☞ આઝાદી પહેલાં – ઈ . સ . 1947 પહેલાં ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા , હેમ , બાળલગ્નો , વિધવાવિવાહની મનાઈ , સતીપ્રથા , દીકરીને જન્મતાં જ દૂધ પીતી . રવાનો ( મારી નાખવાનો ) રિવાજ , બહુપત્નીત્વની પ્રથા , દહેજપ્રથા , કન્યાવિક્રય નવા કુરિવાજો પ્રચલિત હતા.
_______________________
(2) ઠક્કરબાપાએ કરેલ સામાજિક સુધારા વિશે ટૂંકમાં જણાવો.
☞(1) ઠક્કરબાપાએ "પંચમહાલ ભીલ સેવામંડળ" ની સ્થાપના કરી . આ સંસ્થા દ્વારા તેઓ પંચમહાલના ઊંડાણવાળાં જંગલો અને પહાડી વિસ્તારોમાં રહેતા આદિવાસી ભીલોના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યા . ( 2 ) તેમણે ભીલોને દારૂ જેવાં વ્યસનો , કુટેવો અને વહેમમાંથી મુક્ત કર્યા . ( 3 ) ભીલોનાં બાળકો માટે તેમણે એમના વિસ્તારોમાં શાળાઓ ખોલી . તેઓને રેંટિયો કાંતતા કર્યા તેમજ તેમને અનેક કુટિર ઉદ્યોગો પણ શીખવ્યા .
_______________________
(3) આર્ય સમાજ દ્વારા સમાજ માટે કઈ પ્રવૃત્તિઓ થતી હતી?
☞(1) કન્યાકેળવણી , વિધવાવિવાહ , આંતરજ્ઞાતીય લગ્નો , અસ્પૃશ્યતાનિવારણ વગેરે , ( 2 ) ધર્મપરિવર્તન કરાયેલા હિંદુઓને હિંદુધર્મમાં પાછા લાવવા માટે "શુદ્ધિ ચળવળ"ચલાવી . ( 3 ) અનેક સ્થળોએ ગુરુકુળો , કન્યાશાળાઓ , વિધવાગૃહો , અનાથાશ્રમો , દવાખાનાં વગેરે સ્થાપ્યાં . ( 4 ) દયાનંદ સરસ્વતીએ વેદધર્મનો પ્રચાર કરીને લોકોને ‘ વેદ તરફ પાછા વળો’નો ઉપદેશ આપ્યો . તેમણે ‘ સત્યાર્થ પ્રકાશ ' નામનો ગ્રંથ લખ્યો . તેમાં તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિપૂજા , ક્રિયાકાંડ , બાળલગ્ન , સતીપ્રથા , અસ્પૃશ્યતા વગેરે અનિષ્ટોનો કોઈ ઉલ્લેખ નથી . તેથી તેમણે એ અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવી.
_______________________
This is the correct answer.
hope so this will help you..