bhantar nu madhyam to gujrati j
Answers
માધ્યમિક ભાષા કરતાં બાળકનું મન વિકસિત થવું વધારે મહત્વનું છે.
Explanation:
=> ભણતર નું માધ્યમ તો ગુજરાતી જ હોવું જોઈએ. હું તમને માતૃભાષા જ પસંદ કરવાની સલાહ આપીશ. કારણ કે દરેક વ્યક્તિ તેમની માતૃભાષાની ભાષામાં જ વિચારે છે જેનો ઉપયોગ દર વખતે થાય છે. એમાં કોઈ શંકા નથી કે હાલના આધુનિક સમયમાં અંગ્રેજીની આવશ્યકતા ડગલે ને પગલે પડે છે પરંતુ માધ્યમિક ભાષા કરતાં બાળકનું મન વિકસિત થવું વધારે મહત્વનું છે.
=> અંગ્રેજી તો તમારું બાળક 'સ્પોકન ક્લાસ'માં જઈ ને પણ શીખી શકે છે. પરંતુ અંગ્રેજી ભાષા દ્વારા તેમના વિચાર વિકસાવી શકાતા નથી. તે ફક્ત તેમની માતૃભાષાની મદદથી જ શક્ય બને છે.
=> બીજી એક અગત્યની બાબત એ છે કે માતૃભાષા સૌ જાણતા હોવાથી માતા પિતા તથા અન્ય કુટુંબીજનો પણ બાળકને અભ્યાસમાં મદદ કરી શકે છે. પરંતુ જો તેઓ અંગ્રેજી ભાષા નથી જાણતા તો તેઓ બાળકને કોઈ મદદ કરી શકતા નથી તથા તેમના અભ્યાસમાં તેણે કેટલું શીખ્યુ તે પણ તમે જાણી શકતા નથી.
=> આપણા ભારતીયો માટે, મને નથી લાગતું કે અંગ્રેજી ભાષા આપણી માતૃભાષા જેવો ભાવનાઓનો જાદુ કરી શકે! તો ભણતર નું માધ્યમ તો ગુજરાતી જ હોય તે શ્રેષ્ઠ વિકલ્પ છે.
Learn more:
Q:1 નવા ભારતની મારી કલ્પના ગુજરાતી નિબંધ
Click here: https://brainly.in/question/13354377
Q:2 મારા શૈશવના સંસ્મરણો પર નિબંધ
Click here: https://brainly.in/question/11982747