Science, asked by ShafikShafik, 3 months ago

હેતુ : પ્રકાશસંર્લેષણ માટે કાર્બન ડાયૉક્સાઇડ (Co2) જરૂરી છે.
સાધનો કૂંડામાં ઉગાડેલા છોડ, બેલ જાર, વૉચગ્લાસ, કાચની પ્લેટ
પદાર્થો: પોટેશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH), આલ્કોહોલ, આયોડિન દ્રાવણ
આકૃતિ :
લYર
દોડ
S
ઠંડું
KOT
ધચની પ્લેટ
B
પદ્ધતિ :
- સમાન તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલાં બે કૂંડાં લો. ત્રણ દિવસ સુધી બંને કૂંડાંને
અંધારામાં મૂકો. છોડના પર્ણ સ્ટાર્ચવિહીન થશે.
- ત્રણ દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પ્લેટ પર રાખો.
- એક કૂંડા પર 'A' અને બીજા ક્રૂડા પર ‘B' લખો.
- કૂંડા 'A'ની પ્લેટ પર વૉચગ્લાસ મૂકી, તેમાં પોટેશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH)
રાખો.
- બંને કૂંડાં પર કાચની બેલ જાર ઢાંકો.
- બેલ જારનું તળિયું અને કાચની પ્લેટ વચ્ચે વેસેલિન કે ગ્રીસ લગાડી હવાચુસ્ત
કરો.
તે બંને છોડને 2 થી 3 કલાક સૂર્યપ્રકાશમાં મૂકો.anwer in urdu​

Answers

Answered by surekhakasture19
1

Answer:

પ્રકાશસંશ્લેષણ [α] એક એવી પ્રક્રિયા છે જેમાં સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બનિક સંયોજનમાં (ખાસ કરીને શર્કરામાં) રૂપાંતરણ થાય છે.[૧] પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા છોડ, શેવાળ અને બૅક્ટેરિયાની ઘણી પ્રજાતિમાં થાય છે, પરંતુ તે આર્કીયામાં નથી થતી. પ્રકાશસંશ્લેષણ કરનાર સજીવને સ્વાવલંબી (ફોટોઓટોટ્રોફ) કહેવાય છે, કારણકે તે તેમના પોતાના ખોરાકનું સર્જન જાતે કરે છે. છોડ, શેવાળ અને સાયનોબેક્ટેરિયામાં પ્રકાશસંશ્લેષણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે અને નકામા ઉત્પાદન તરીકે પ્રાણવાયુ (ઑક્સીજન) મુક્ત કરે છે.પૃથ્વી પર જીવનના અસ્તિત્વ માટે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા અતિમહત્ત્વની છે. પ્રકાશસંશ્લેષણ વાતાવરણમાં ઑક્સીજનનું પ્રમાણ જાળવી રાખે છે. તેમના સિવાયના લગભગ તમામ પ્રાણીઓ ઊર્જાના સ્ત્રોત તરીકે તેમના પર સીધી રીતે આધારિત છે અથવા તેમના ખોરાકમાં ઊર્જાના એકમાત્ર સ્ત્રોત તરીકે પરોક્ષ રીતે આધારિત છે.[β][૨] પ્રકાશસંશ્લેષણ દ્વારા મુક્ત થતી ઊર્જાનું પ્રમાણ અત્યંત ઊંચું છે. તે લગભગ 100 ટેરાવોટ[૩] છે, જે માનવ સમાજ દ્વારા થતા કુલ વીજ વપરાશ કરતા લગભગ છ ગણું ઊંચું છે.[૪] ઊર્જા ઉપરાંત, પ્રકાશસંશ્લેષણ સજીવોની અંદરના તમામ કાર્બનિક સંયોજનમાં કાર્બનનો સ્ત્રોત પણ છે. આમ, પ્રકાશસંશ્લેષણ વાર્ષિક 10,00,00,00,00,000 ટન કાર્બનનું બાયોમાસમાં રૂપાંતરણ કરે છે.[૫]

Similar questions