dikri ghar ni divdi essay in gujarati
Answers
Here is Your essay In GUJARATI language...
દીકરી ઘરની દિવડી
એક બહુ શ્રીમંત વ્યક્તિ હતો. એ શ્રીમંત ને બે દીકરીઓ હતી.ત્રીજી દીકરીનો જન્મ થયો. એ શ્રીમંત પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું," આજ સુધી હું શ્રીમંત હતો . આજે હું ગર્ભશ્રીમંત થયો !"
દીકરી એટલે વહાલનો દરિયો હોય છે.એ સૌને ખૂબ વહાલી હોય છે. એ મમતા ની મૂર્તિ પણ કહેવાય છે. દીકરી નાની હોય ત્યારે જુદી જુદી રમાતો રમે. મોટી થતા તે માં ને ઘર ના કામોમા પણ મદદ કરે છે. બાળપણથી જ તેનામાં મમતા, પ્રેમ સહજ રીતે જોવા મળે છે. તે પોતાના નાના ભાઈ ને ખૂબ વહાલ કરે છે તેની કાળજી રાખે છે.
દીકરી મોટી થતા શાળાએ જાય. ત્યાં તે ભને, અન્ય પ્રવૃત્તિઓ માં પણ ભાગ લે. સંગીત,નૃત્ય વિશે તેને ખુબ રસ હોય છે.માબા તેની ઈચ્છા પૂરી કરે છે. અને મોટી થઈ દીકરીઓ માબા ની કાળજી લે છે.
એક સમય હતો જ્યારે દીકરી જન્મ થતા જ તેને દૂધ પીતી કરવામાં આવતી.તેને ઘરની ભાહર જવાની પરવાનગી પણ નહોંતી. તેને ભણાવવા આવતી નહોતી. તેને નાની ઉંમરે જ પરનાવવામાં આવતી. પણ આજના સમયમાં લોકો સમજદાર થયા છે. દીકરિઓ આજે ભણીગણીને તૈયાર થયીને ઉંચી નોકરીઓ કરે છે. સંસ્કારી દીકરી સૌને પ્રેમ થી સાથે રાખી આગળ વધે.
એટલે કહેવાય છે કે દીકરી , ઘરની દિવડી જ્યાં હોય ત્યાં ઉલ્લાસ આને ઉમંગ નું આજવાળું થઈ જાય છે.
ધન્યવાદ ^-^
“આકાશની શોભા સિતારાથી હોય છે, નદીની શોભા કિનારાથી હોય છે.
ફૂલોની શોભા સુગંધથી હોય છે અને ઘરની શોભા “દીકરી”થી હોય છે.”
દીકરી એટલે કદી “ ડિલિટ” ન થતી અને સદા “રિફ્રેશ” રહેતી લાગણી. દીકરી જન્મે છે ને ઘરના આંગણે જાણે કોમળ કિરણોની કોમળતા અવતરે છે. આપણી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી.
દીકરી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં ભણતી હોય, કુવારી હોય કે પરણેલી હોય પણ મા બાપ માટે દીકરી સદાય દીકરી જ રહે છે. બાળપણમાં દીકરી ભલે તોફાન મસ્તી કરતી હોય પણ જ્યારે યુવાન બને છે ત્યારે ગંભીરતા ધારણ કરી લેતી હોય છે. લગ્ન પછી જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે સાસરીયાઓ એમ પુછે છે કે વહુ કરિયાવરમાં શું-શું લાવી છે? પરંતું એ નથી સમજતા કે વહુ વહાલના દરીયા જેવા મા બાપ, ઘર, પરિવાર, ગામ....આ બધુ જ છોડીને તમારા હ્ર્દયને જીતી લેવા માટે આવી છે. જ્યારે આ વાતનો સમાજ સ્વીકાર કરે છે ત્યારે દીકરીના જીવનમાં સુગંધ આવી જાય છે. નવી વહુનું સાસરીયામાં આવવું એ નવા બાળકનો જન્મ થયા બરાબર છે. અત્યાર સુધી એ પિતાના ઘરે હતી ત્યાં સુધી કશી ચિંતા ન હતી, પરંતુ સાસરીયામાં ફરીથી ચાલતા શિખવું પડે છે.
દીકરી પિતા માટે એક ધબકાર હોય છે. જીવનમાં કદી ન રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે પોતાની દીકરીને વિદાય આપે છે ત્યારે ચોધાર આસુંએ રડે છે. ઇશ્વરને એજ પ્રાર્થના કે કોઇ પણ દીકરીને પિતાથી એટલી દૂર ના મોકલતા કે શિયાળાની કાતીલ ઠંડી હોય કે ચોમાસાની મેઘલી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય ત્યારે દીકરી પિતાને ચમચી પાણી ના પિવડાવી શકે.
ખરેખર, દીકરી એક અણમોલ રત્ન છે.