Ek shramik ni atmakatha in Gujarati
Answers
Answer:
ભાઈઓ.. અત્યારે તો મારા શરીરમાં મને ખૂબ પીડા થઈ રહી છે. દુશ્મન સૈનિકોની ગોળીઓનો શિકાર બની ગયો છું. એક ગોળી મારા જમણા ખભે, એક ગોળી મારા ડાબા પડખેને એક ગોળી જમણા પગમાં વાગી ગઈ છે. તેથી સખ્ત પીડા થઈ રહી છે. હું મારી આપવીતી સંભળાવીને જ જંપીશ..
હા મારો જન્મ કુલુ મનાલીના પહાડી પ્રદેશમાં થયો હતો. મારા પ્રદેશમાં ખેતીવાડીને લાયક ફળદ્રુપ જમીન બિલકુલ રહી નથી. તેથી અમે બધા યુવાનો બાળપણથી જ "સૈનિક શાળા" માં ભણી લશ્કરમાં જોડાયા છીએ. મારા દાદાજી તથા પિતાજી પણ લશ્કરમાં સૈનિક હતા અને તેઓએ વર્ષો સુધી ભારતમાતાની સેવા કરી હતી. એમની પ્રેરણાને વાતો સાંભળીને જ હું સૈનિક બન્યો. ઘોડેસવારી, પાણીમાં તરવું, તોપ્-બંદૂક, રાઈ ફલ શીખી મેં તાલીમ મેળવી. મોટર-ટ્રક ડ્રાઈવરનું પ્રમાણ પત્ર મેળવ્યું. યુદ્દ માટેની તમામ ગતિવિધિ જાણી લીધી નકશાઓ દ્વારા યુદ્ધ સ્થળોની જાણકારી મેળવી લીધી.