India Languages, asked by TDgamer, 5 months ago

ek shramjivini aapviti essay in gujrati​

Answers

Answered by SomyaRajput
4

Answer:

MARK it as brainliest

Explanation:

હું મારી વીતકકથા આત્મનિવેદન સ્વરૂપે તમારી સમક્ષ કહેવા હયાત છું એ જ મારું દુર્ભાગ્ય છે.. અન્ય શહીદોની જેમ મને પણ મરવાનો ભવ્ય પ્રસંગ મળ્યો હોત તો કેવું સારું! પરંતુ માગ્યું મોત કોને મળે છે? હા... શહીદોની જેમ મારી આત્મકથા રોમાંચક છે, સાહસથી ભરેલી છે. હું દેશભક્ત ભારતીય સૈનિક છું મારા માટે મારો દેશ ભગવાન સમાન છે.. મે તો મારી માતૃભૂમિને દુશ્મનોના હાથમાંથી બચાવી છે. સ્વર્ગ સમા કાશ્મીરને દુશ્મનોના હાથમાં કેમ સોંપી દઉં? હે ભગવાન, મારા દેશને બચાવજે.

ભાઈઓ.. અત્યારે તો મારા શરીરમાં મને ખૂબ પીડા થઈ રહી છે. દુશ્મન સૈનિકોની ગોળીઓનો શિકાર બની ગયો છું. એક ગોળી મારા જમણા ખભે, એક ગોળી મારા ડાબા પડખેને એક ગોળી જમણા પગમાં વાગી ગઈ છે. તેથી સખ્ત પીડા થઈ રહી છે. હું મારી આપવીતી સંભળાવીને જ જંપીશ..

હા મારો જન્મ કુલુ મનાલીના પહાડી પ્રદેશમાં થયો હતો. મારા પ્રદેશમાં ખેતીવાડીને લાયક ફળદ્રુપ જમીન બિલકુલ રહી નથી. તેથી અમે બધા યુવાનો બાળપણથી જ "સૈનિક શાળા" માં ભણી લશ્કરમાં જોડાયા છીએ. મારા દાદાજી તથા પિતાજી પણ લશ્કરમાં સૈનિક હતા અને તેઓએ વર્ષો સુધી ભારતમાતાની સેવા કરી હતી. એમની પ્રેરણાને વાતો સાંભળીને જ હું સૈનિક બન્યો. ઘોડેસવારી, પાણીમાં તરવું, તોપ્-બંદૂક, રાઈ ફલ શીખી મેં તાલીમ મેળવી. મોટર-ટ્રક ડ્રાઈવરનું પ્રમાણ પત્ર મેળવ્યું. યુદ્દ માટેની તમામ ગતિવિધિ જાણી લીધી નકશાઓ દ્વારા યુદ્ધ સ્થળોની જાણકારી મેળવી લીધી.

ભારતને આઝાદી મળી તે પછી પહેલીવાર મે હેદરાબાદની પોલીસ કાર્યવાહીમાં નિઝામની સેનાનો સામનો કર્યો. એ પછી કેટલાક વર્ષો શાંતિપૂર્વક પસાર થયા. ત્યાં એકાએક ચીનના લશ્કરે ભારતની ઉત્તર સીમા પર ભારે હુમલો કર્યો. બરગથી છવાયેલા પ્રદેશમાં અમે અમારા સાથે સૈનિકો સાથે ચોકીઓ બનાવી ત્યાં જ મુકામ કર્યો અમારી પાસે આધુનિક શાસ્ત્રો હતા. અમે હજારો સૈનિકોને મોતને શરણ કરી દીધા. એક્વાર અમારા વિસ્તારમાં એકાએક દુશ્મન દળના આતંકવાદીઓ આવી ગય આ. ત્યારે મે જાનના જોખમે છુપાઈને તે પાંચ આતંકવાદીઓને ઢાળી દીધા.

યુદ્ધ વિરામ બાદ હું મારા વતનમાં રહેવા ગયો. મારા પરિવાર સાથે મેં થોડા દિવસ પસાર કર્યો ત્યાં એક દિવસ મધરાતે મને સંદેશો મળ્યો અને હું પાછો સરહદ પર હાજર થઈ ગયો. પાકિસ્તાનના સૈનિકોને ઉગ્રવાદીઓએ કાશમીર પર આક્રમણ કર્યું હતું. દેશની તક્ષા માટે હું મારી આહુતિ આપવા તૈયાર થઈ ગયો. કરાગિલમાં રહી મેં હજારો પાકિસ્તની સૈનિકોનો સામનો કર્યો. ત્યાં અચાનક મને ત્રણ ગોળીઓ વાગી ગઈ. હું બચી ગયો. ડાક્ટરોએ દોડી આવી મારો ઈલાજ કર્યો. મારી વીરતા બદલ ભારત સરકાર મને "વીરચક્ર "એનાયત કરી બિરદાવ્યો. હવે તો આ શરીરમાં યુવાની જેવી તાકાત રહી નથી. તક મળશે તો તરત હું મારા દેશ માટે પ્રાણ કુરબાન કરવા તૈયાર છું હવે. તમારી રજા ચાહું છું. મને અમર શહીદી ના મળી એ વાતોનો અપાર ખેદ છે. "જય જવાન, જય કિસાન, મેરા ભારત મહાન"

શહીદો ની ચિતાઓ પર લગેંગે હર બરસ મેલે

વતન પે મરનેવાલો કા યહી બાકી નિશાં હોગા

'... આનાથી વિશેષ અમારા જીવનની ધન્યતા કઈ હોઈ શકે?'

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગતજ્યોતિષશાસ્ત્રજોક્સમનોરંજનલાઈફ સ્ટાઈલધર્મ

વધુ જુઓ.. પ્રચલિત

Similar questions