Hindi, asked by seemashaikh2323, 1 year ago

વર્ષાૠતુ પર નિબંધ essay

Answers

Answered by skb97
79

Answer:

પ્રકૃતિના પરિવર્તનની ઓળખ મેળવવા દરેક સમયખંડને અપાયેલું નામ એટ્લે ઋતુ. અંગ્રેજી કેલેન્ડરમાં ચાર ઋતુઓ છે-  સમર, વિંટર, મોંસુન અને ઓટોમ્ન. દેશી ત્રણ ઋતુઓ છે- શિયાળો, ઉનાળો અને ચોમાસું. હિંદુ પંચાંગ મુજબ છ ઋતુઓ છે- શરદ, હેમંત,શિશિર, ગ્રીષ્મ, વસંત અને વર્ષા.એમાં વર્ષા ઋતુને ઋતુઓની રાણી ગણાવી છે. તે ચોમાસા તરીકે પણ ઓળખાય છે.  તે ઉનાળા પછી દર વર્ષે જુલાઇ મહિનામાં આવે છે અને સપ્ટેમ્બરમાં પુરી થાય છે.  

વર્ષાઋતુ નવું જીવન અને નવી આશાઓ લઇને આવે છે. આકાશ કાળા વાદળોથી ઘેરાઇ  જાય છે. વાદળો વીજળીના કડાકા સાથે વરસે છે. ઘણીવાર વાવાઝોડા સાથે ભારે વરસાદ પડે છે. આપણે વર્ષાઋતુમાં વરસાદથી બચવા માટે રેઇનકોટ,છત્રી વગેરેનો ઉપયોગ કરીએ છીએ. રસ્તાઓ પાણીથી ભરાઇ જાય છે. બાળકોને વરસાદમાં રમવાની બહુ જ મજા પડે છે. તેઓ કાગળની હોડીઓ બનાવી પાણીમાં વહેતી મુકે છે.

ચોમાસું ખેડુતો માટે બહુ જ અગત્યની ઋતુ છે. તેઓ આ ઋતુમાં ખેતરોમાં વાવણી કરે છે. કોઇક વાર ખુબ વરસાદ પડે છે ત્યારે નદી, નાળાં, તળાવ, રસ્તાઓ,ઘરો  વગેરે પાણીથી ભરાઇ જાય છે, જેને પૂર કહે છે. કેટલીક વાર ચોમાસામાં બહુ જ ઓછો વરસાદ પડે છે, જેનાથી દુષ્કાળ સર્જાય છે.

ચોમાસાની ઋતુ દરમિયાન વૃક્ષો લીલાંછમ બની જાય છે તથા ધરતી પર સર્વત્ર લીલોતરી છવાઇ જાય છે. ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે. મોર તેના રંગીન પીંછાં ફેલાવી નાચવા લાગે છે. ચોમાસામાં આપણને ઘણીવાર આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે.

આમ, વર્ષાઋતુ એ ખુબ જ મહત્વની ઋતુ છે, આનંદ, ઉમંગ અને ઉત્સાહ પ્રેરનારી ઋતુ છે.

Similar questions