India Languages, asked by obaid544, 11 months ago

Essay on adarsh vidyarthi in gujarati

Answers

Answered by TbiaSupreme
250

વિદ્યાર્થી તરીકે અપેક્ષિત બધા સદગુણો જેણે પોતાના જીવનમાં સારી રીતે કેળવ્યા હોય અને ઉત્તમ ગુણ સાથે જેણે વિદ્યા પ્રાપ્ત કરી હોય તેને આપણે આદર્શ વિદ્યાર્થી કહી શકીએ. બીજા શબ્દોમાં કહીએ તો આદર્શ વિદ્યાર્થી એટલે દરેક દ્રષ્ટિએ શ્રેષ્ઠ વિદ્યાર્થી.

આજની આ વ્યવસાયલક્ષી કેળવણીમાં ફક્ત પ્રમાણપત્ર મેળવવા પૂરતું પોપટીયું જ્ઞાન મેળવી લે તેને આદર્શ વિદ્યાર્થી ન કહેવાય. જે વિદ્યાનો અર્થી એટલે કે પ્રાપ્તિના હેતુવાળો હોય તે જ સાચો વિદ્યાર્થી કહેવાય. અભ્યાસમાં આવતા દરેક વિષયનું ઊંડું જ્ઞાન મેળવવાની સ્વાભાવિક રુચિ કેળવાઇ હોય તેવો વિદ્યાર્થી વધુ સારી રીતે વિદ્યા પ્રાપ્ત કરી શકે. વિષયની સ્પષ્ટ સમજ અને તેનો ઊંડો અભ્યાસ એ પાયાની કેળવણી છે. અભ્યાસમાં બગલા જેવી એકાગ્રતા હોવી આવશ્યક છે. એકાગ્ર ચિત્ત વિષયને જલદી ગ્રહણ કરી શકે છે અને લાંબા સમય સુધી સ્મૃતિમાં ધારણ કરી રાખે છે.

આપણાં શાસ્ત્રોમાં વિદ્યાર્થીના ઉત્તમ ગુણો વિશે ઘણું કહેવાયું છે. આળસ, વ્યસન જેવી બદીઓ વિદ્યાર્થી જીવનમાં બાધારુપ બને છે. આ બધાં બાહ્ય લક્ષણોની સાથે સંયમ, શિસ્ત, નિયમિતતા, સભ્યતા અને સંસ્કારિતા જેવા વ્યક્તિત્વના આંતરિક ગુણો વિકસાવવાથી વિદ્યાર્થીનું જીવન સમતોલ બને છે. આવા ઉત્તમ ગુણો માત્ર વર્ણન,વાચન કે દેખાદેખી વડે કેળવી શકાતા નથી. સંકલ્પશક્તિ અને શિસ્ત વડે આવા ગુણો કેળવીને કોઇ પણ અભ્યાસી આદર્શ વિદ્યાર્થી  બની શકે છે.

Answered by patelmeghsandip
13

Answer:

વિદ્યાર્થી તરીકે અપેક્ષિત બધા સદગુણો જેણે પોતાના જીવનમાં સારી રીતે કેળવ્યા હોય અને ઉત્તમ ગુણ સાથે જેણે વિદ્યા પ્રાપ્ત કરી હોય તેને આપણે આદર્શ વિદ્યાર્થી કહી શકીએ. બીજા શબ્દોમાં કહીએ તો આદર્શ વિદ્યાર્થી એટલે દરેક દ્રષ્ટિએ શ્રેષ્ઠ વિદ્યાર્થી.

આજની આ વ્યવસાયલક્ષી કેળવણીમાં ફક્ત પ્રમાણપત્ર મેળવવા પૂરતું પોપટીયું જ્ઞાન મેળવી લે તેને આદર્શ વિદ્યાર્થી ન કહેવાય. જે વિદ્યાનો અર્થી એટલે કે પ્રાપ્તિના હેતુવાળો હોય તે જ સાચો વિદ્યાર્થી કહેવાય. અભ્યાસમાં આવતા દરેક વિષયનું ઊંડું જ્ઞાન મેળવવાની સ્વાભાવિક રુચિ કેળવાઇ હોય તેવો વિદ્યાર્થી વધુ સારી રીતે વિદ્યા પ્રાપ્ત કરી શકે. વિષયની સ્પષ્ટ સમજ અને તેનો ઊંડો અભ્યાસ એ પાયાની કેળવણી છે. અભ્યાસમાં બગલા જેવી એકાગ્રતા હોવી આવશ્યક છે. એકાગ્ર ચિત્ત વિષયને જલદી ગ્રહણ કરી શકે છે અને લાંબા સમય સુધી સ્મૃતિમાં ધારણ કરી રાખે છે.

આપણાં શાસ્ત્રોમાં વિદ્યાર્થીના ઉત્તમ ગુણો વિશે ઘણું કહેવાયું છે. આળસ, વ્યસન જેવી બદીઓ વિદ્યાર્થી જીવનમાં બાધારુપ બને છે. આ બધાં બાહ્ય લક્ષણોની સાથે સંયમ, શિસ્ત, નિયમિતતા, સભ્યતા અને સંસ્કારિતા જેવા વ્યક્તિત્વના આંતરિક ગુણો વિકસાવવાથી વિદ્યાર્થીનું જીવન સમતોલ બને છે. આવા ઉત્તમ ગુણો માત્ર વર્ણન,વાચન કે દેખાદેખી વડે કેળવી શકાતા નથી. સંકલ્પશક્તિ અને શિસ્ત વડે આવા ગુણો કેળવીને કોઇ પણ અભ્યાસી આદર્શ વિદ્યાર્થી  બન

Explanation:

Similar questions