Political Science, asked by dineshasaravan4993, 1 year ago

Essay on atal bihari vajpayee in gujarati in 100 words

Answers

Answered by jashobantimehepaaxih
0
અટલ બિહારી વાજપેયી 1942માં રાજનીતિમાં આવ્યા જ્યારે તેમની  તેમના ભાઈ પ્રેમની સાથે ભારત છોડો આંદોલન દરમિયાન 23 દિવસો માટે ધરપકડ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2005માં વાજપેયીજીએ રાજનીતિમાથી સંન્યાસ લઈ લીધો હતો. 

 

વાજપેયીજી 9 વાર લોકસભા માટે  બે વાર રાજ્ય સભા માટે પસંદગી પામ્યા. મોરારજી દેસાઈની કેબિનેટમાં તેમણે વિદેશ મંત્રીનુ પદ પણ સંભાળ્યુ. બીજેપીની રચના કરનારાઓમાં એક નામ અટલ બિહારી વાજપેયીનુ પણ છે. 

 

10 વખત લોકસભામાં આને બે વખત રાજ્યસભામા ચૂંટાયેલા વાજપેયી રાજકારણી કરતાં રાજનીતિજ્ઞ તરીકે વધુ જાણીતા બન્યા. ખૂબ જ આદરણીય સંસદસભ્ય તરીકે પ્રખ્તાય છે. 25 ડિસેમ્બર, 2014માં એમને ‘ભારત રત્ન’ ખિતાબથી નવાજવામાં આવ્યા. જ્યારે 25 ડિસેમ્બર, 2015થી તેમનાં જન્મદિવસને ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે જાહેર કરવામાં આવે છે. ગ્વાલિયર-મધ્ય પ્રદેશમાં કૃષ્ણબિહારી વાજપેયીને ત્યાં જન્મેલા અટલબિહારી વાજપેયી કવિ હૃદય ધરાવતાં વ્યક્તિત્વ છે અને આ કવિ હૃદય તેમને વારસામાં તેમના પિતાથી મળ્યું છે, કારણ કે કૃષ્ણબિહારી વાજપેયી પણ અધ્યાપક અને કવિ હતાં.

 

અટલ બિહારી વાજપેયી.ના શબ્દોમાં એવો જાદું હતો કે લોકો તેમને સાંભળતા મંત્રમુગ્ધ થઈ જતા હતા. હમણા જ તેમનો જન્મદિવસ ઉજવાયો અને ખુદ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ તેમને પુષ્પગુચ્છ આપવા ગયા હતા જે રાજકીય પ્રસંગથી અલગ પડે તેવી ઘટના હતી, 

 

૧૯૭૭માં મોરારજીભાઈ દેસાઈ વડા પ્રધાન બન્યા તે વખતે અટલ બિહારી વાજપેયી વિદેશમંત્રી બન્યા હતા. મુંબઈની પાસપોર્ટ ઓફિસમાં તે વખતે કામકાજ ઘણું રહેતું હતું. પાસપોર્ટ મેળવવામાં વિલંબ થતો હતો. આથી મળેલી ફરિયાદને આધારે જાતમાહિતી મેળવવા તેઓ રૂબરૂ આવ્યા હતા. પાસપોર્ટ ઓફિસની વરલી ખાતે મુલાકાત લીધી હતી અને ઉપાય સૂચવ્યા હતા.

 

અટલ બિહારી વાજપેયીને કવિતા સાંભળવી અને રચવી તેનો વ્યક્તિગત શોખ છે. તેમના ખુદના લખેલાં કાવ્યો ઘણાં જ સુંદર છે. ભાષાનો વૈભવ અને શબ્દોનો પ્રાસ મેળવવાની તેમની કુનેહ પ્રશંસનીય છે. તેમને સંગીત સાંભળવાનો પણ તેટલો જ શોખ છે. રવિન્દ્ર સંગીતના તેઓ પ્રશંસક છે. તે વાત તેમણે ઘણી વખત નજીકના મિત્રો - શુભેચ્છકોને જણાવી છે.

 

જયારે તેઓ વડા પ્રધાન હતા તે વખતે તેમણે લીધેલા એક-બે બાબતના નિર્ણયોની ખૂબ જ દૂરગામી અસર થાય તેવી બાબતો હતી અટલ બિહારી વાજપેયીનું 2018માં 94 વર્ષની વયે નિધન થયુ હતુ. 

 

Similar questions