Essay on camel in gujarati
Answers
ઊંટ એક ઉંચુ પાલતું પ્રાણી છે. તેને લાંબી અને વાંકી ડોક હોય છે. તેને લબળતો હોઠ હોય છે. તેને લાંબા અને પાતળા પગ હોય છે. ઊંટની પીઠ પર ખૂંધ હોય છે.
ઊંટ બધા જ પ્રકારના છોડ અને વૃક્ષનાં પાંદડા ખાય છે. ઊંટ ખૂબ જ ઉપયોગી પ્રાણી છે. તે રાજસ્થાન અને કચ્છના રણમાં જોવા મળે છે. તેના પગના તળિયે ગાદી જેવી રચના હોવાથી તે રણમાં સરળતાથી ચાલી શકે છે. તેના પેટમાં મોટી કોથળી જેવી રચના હોય છે, જેમાં તે લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ કરી શકે છે. ઊંટ લાંબા સમય સુધી પાણી અને ખોરાક વિના રહી શકે છે. તે રણમાં ભારે બોજ(વજન) વહન કરીને ચાલી શકે છે. આમ, ઊંટ રણમાં સરળતાથી રહી શકે તેવી શરીર રચના ધરાવતું હોવાથી ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. ઊંટ નગરો અને શહેરોમાં પણ જોવા મળે છે. લોકો આનંદ માટે ઊંટની સવારી કરે છે.
આમ, ઊંટ એ ખૂબ જ ઉપયોગી પ્રાણી છે.
Please mark as brain list please please please