essay on dikri ghar ni divdi in gujarati in 100 words
Answers
“દિકરી” શબ્દ કાને પડતાં જ એક કરુણાસભર વ્યક્તિત્વ માનસ પટ પર ઉપસી આવે છે અને સ્નેહનો મહાસાગર ઘૂઘવતો સંભળાય છે.પોતાના વાત્સલ્યથી જિંદગીભર બંને કુટુંબોને ભીંજવતી દીકરીની ત્યાગભાવના ને શબ્દ દેહ આપવાનું શક્ય નથી.
“આકાશની શોભા તારાથી હોય છે. નદીની શોભા કિનારાથી હોય છે. ફૂલોની શોભા સુગંધથી હોય છે અને ઘરની શોભા દીકરીથી હોય છે.”પરંતુ કમનસીબે આજે દીકરીને “માથા પરનો બોજ” “ પારકી થાપણ” “ સાપનો ભારો” આવી રીતે માનવામાં આવે છે. ઈશ્વરે કરેલા આ અદ્વિતીય સર્જન પ્રત્યે ભેદભાવ રાખવો તે ખરેખર ઘોર અન્યાય છે.
દીકરાઓ તો હજુ પણ તેમના લગ્ન થયા પછી મા-બાપને તરછોડી દેતા હોય છે પણ દીકરી તો આજીવન માતા પિતા નો આશરો બનીને રહે છે.દીકરાઓ દ્વારા પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા ના દાખલા ઘણા જોવા મળે છે પણ કોઈ દીકરીએ અત્યાર સુધી આવું કર્યું હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. એટલે જ કહે છે કે દીકરો એક કુળને તારે છે તો દીકરી બે- બે કુળને તારે છે.