Essay on friendship in gujarati language
Answers
મિત્રતા એ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે દિવ્ય સંબંધ છે. ... તે બે અથવા વધુ સામાજિક લોકો વચ્ચે ખૂબ સામાન્ય અને વફાદાર સંબંધ છે. લોકો એકબીજા માટે હંમેશ માટે કોઈ મિત્રતા સંભાળ અને સહકારમાં સંકળાયેલા છે.
દુનિયામાં કોઇ પણ જગ્યાએ રહેતા બે અથવા બે થી વધુ લોકો વચ્ચે મિત્રતા એ એક વિશ્વસનીય અને નિષ્ઠાવાન સબંધ છે. આપણે આપણી પૂરી જીંદગી એકલા નથી જીવી શકતા અને તેથી ખુશીથી જીવન જીવવા માટે સારા દોસ્તનું હોવું ખુબ જરુરી છે. દોસ્તી એક મજબૂત સબંધ છે, જેના પર હંમેશા માટે ભરોસો રાખી શકાય છે. મિત્રતા એક જ પ્રકારના કે અલગ-અલગ વિચારો વાળા વ્યક્તિઓ વચ્ચે હોઇ શકે છે.
જીવનમાં બધા જ પ્રકારનું સુખ હોવા છતાં એક માણસના જીવનમાં મિત્રતા એક કિમતી સબંધ છે. દરેકને જીવનમાં સારા નરસા પ્રસંગે, ખુશીના પ્રસંગોએ એક નિષ્ઠાવાન મિત્રની ખુબ જરુર હોય છે. સાચા મિત્રો એકબીજાની લાગણીઓ અને ભાવનાઓને વહેચે છે,જે સ્વસ્થ રહેવા અને માનસિક સંતુલન કેળવવા માટે બહુ જરુરી છે. બે સાચા મિત્રોના સ્વભાવમાં થોડી સમાનતા હોવા છતાં તેમની પાસે અલગ-અલગ વિશેષતાઓ પણ હોય છે.
મિત્રતા પ્રેમનો એક સમર્પિત અહેસાસ છે. સાચા મિત્રો એકબીજાનું બહુ ધ્યાન રાખે છે. એક સાચો મિત્ર તે હોઇ શકે જે બીજાનો લાભ ઉઠાવવાના બદલે તેને સમજે, તેની સરાહના કરે. સાચા મિત્રો એકબીજા માટે ક્યારેય લાલચું નથી હોતા, પરંતું તેઓ એકબીજાના જીવનને બહેતર બનાવવાની ભાવના ધરાવતા હોય છે. આમ, જીવનમાં એક સાચા મિત્રનું હોવું ખુબ જ જરુરી છે.