Essay on importance of picnic in Gujarati language
Answers
Answer:
પિકનિક જવાના દિવસે અમે સવારે 8 વાગ્યે સ્કૂલ પહોંચ્યા. બસ ત્યાં આવીને ઊભી હતી અમે અમારો સામાન બસમાં મૂકી દીધો. અમે બધા બસમાં બેઠા. ભગવાનનું નામ લઈ ડ્રાઇવરે બસ ચાલુ કરી હતી. પ્રસ્થાનની ક્ષણ અમારા માટે સૌથી આનંદદાયક ક્ષણ હતી. બધા છોકરાઓ ભેગા મળીને ગીતો ગાવા લાગ્યા. આ એક આનંદદાયક સમય હતો. જે છોકરાઓ પહેલા ભેગા થાય ત્યારે તેઓ એકબીજા સામે લડતા અને જગડતા જ્યારે આજે તેઓ એક સાથે તેઓ પહેલી વાર પ્રેમથી બસમાં બેઠા હતા.એકતા અને પરસ્પર સહકારની ભાવના બધામાં સ્પષ્ટ દેખાતી હતી. તે ઉનાળાની મોસમ હતી. શીતળ હવા ચાલી રહી હતી. બસ ગંતવ્ય સ્થાન તરફ ઝડપથી ચાલી રહી હતી. બંને બાજુએ ઝાડની પંક્તિઓ અને પાછળના લીલા ખેતરો મનને આનંદ અને ઉમંગથી ભરી દેતા હતા. બસમાં ઠંડા શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી.મને ભૂખ લાગતી હતી. અમને ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. ભોજન પછી આઇસક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. તે પછી બધાએ થોડો આરામ કર્યો. સાંજ થઈ ગઈ હતી. પછી છોકરાઓ નદીમાં સ્નાન કરી સાંજની ચા પી હશી-ખુશીથી પાછા આવી ગયા. આમ અમારો પિકનિકનો દિવસ પસાર થઇ ગયો.