essay on maru gujarat in Gujarati
Answers
Answer:
ગુજરાતની દરિયાઈ સીમા 1600 કિલોમિટર છે. ગુજરાતની ઉત્તર પૂર્વી સરહદ રાજસ્થાન તથા મધ્ય પ્રદેશ અને દક્ષિણ સીમા મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે.
દાદરા અને નગર હવેલી પશ્ચિમમાં અરબ સાગર સ્થિત છે. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,024 વર્ગ કિલોમિટર છે અને અહીંની વસતી આશરે 6 કરોડ છે.
ગુજરાતમાં 182 વિધાનસભા ક્ષેત્ર તેમજ 26 લોકસભા ક્ષેત્ર છે. રાજ્યસભા માટે 11 સભ્યોની ચૂંટણી ગુજરાતથી કરાય છે. દેશના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14 વર્ષ સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા છે.
ગુજરાતના ઇતિહાસ પર નજર કરીએ તો તે રસપ્રદ છે. ઈ.સ. લગભગ 2100 પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારકા ગયા હોવાનું પ્રમાણ છે. સિંધુ ઘાટી સભ્યતા ધરાવતા લોથલ જેવા બંદર પણ ગુજરાતમાં જ સ્થિત છે.
મૌર્ય ગુપ્ત તેમજ ગુર્જર પ્રતિહાર શાસકોએ અહીં શાસન કર્યું હતું તેમજ ગુર્જર પ્રતિહાર શાસકોના શાસનના લીધે તેનું નામ ગુજરાત પડ્યું.
ગુજરાતે બહારના આંક્રાંતાઓના આક્રમણોનો પણ સામનો કરવો પડ્યો હતો અને પછી ચાલુક્ય શાસકોએ ગુજરાતને સમૃદ્ધશાળી બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.