essay on matroprem in Gujarat
Answers
Answer:
ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત.. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે. મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી ! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. ? જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે.
કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે પોતાની કવિતામાં કહ્યું છે કે, “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ ! માતા એ માતા જ છે. પચેહે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની.. એના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. વળી બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક અપ્જ ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટુ નથી.
બાળક માંદુ પડે. નિશાળેથી આવતા થોડુ મોડુ થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મુકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે ! બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુ:ખી થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી ? જીવન નૈયાનુ સુકાન માતા છે. મા વિનાના બાલકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અશ્ય હોય છે. રેટિયો કાતતી મા ઘોડે ચડતા બાપ કરતા હજાર દરજ્જે સારી છે. જીવનનુ સબરસ મા છે. એનો ત્યાગ એનુ વાત્સલ્ય એનુ માઘુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મુડી છે.
Answer: