Essay on Mother loves in Gujarati in 500 words
NOTE : Regarding the above points
Answers
Answer:
માતા આ દુનિયાની સૌથી નિઃસ્વાર્થ વ્યક્તિ છે જે પોતાના બાળકોને આ દુનિયામાં આવતા પહેલા જ પ્રેમ કરવા લાગે છે. આ દુનિયામાં માતાના પ્રેમની તુલના કોઈ પણ વસ્તુ સાથે કરી શકાતી નથી કારણ કે તે પ્રેમનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. માતા તેના બાળક માટે દેવદૂત જેવી છે, જે હંમેશા તેના બાળકને પ્રેમ કરે છે અને તેને ટેકો આપે છે. દરેક બાળક માટે, તેની માતા તેના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે તે પ્રથમ વ્યક્તિ છે જે બાળક તેના જન્મ પછી જુએ છે. આ જ કારણ છે કે બાળક અને માતા વચ્ચે ખાસ બોન્ડ હોય છે. પરંતુ બધા લોકો ઘણા કારણોસર તેમના જીવનમાં માતાનો પ્રેમ મેળવવા માટે એટલા ભાગ્યશાળી નથી હોતા. જેમની સાથે તેમની માતા છે તેઓએ તેમને પ્રેમ અને આદર આપવો જોઈએ.
માતા એ બાળક માટે ભગવાનની સૌથી મોટી ભેટ છે. તે માતા છે જે તેના બાળકો પાસેથી બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના હંમેશા પ્રેમ કરે છે. સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ સારી માતા હોય છે એમ કહેવું ખોટું નહીં હોય, પરંતુ જ્યારે તેઓ માતા બને છે ત્યારે તેમને માતૃપ્રેમની શક્તિનો અહેસાસ થાય છે. માતા તેના બાળકને બચાવવા માટે કંઈપણ કરી શકે છે, અને તે બાળકનો પ્રાથમિક આધાર છે. તે માત્ર નૈતિક રીતે બાળકને ટેકો આપે છે પરંતુ તેના બાળકને જીવનમાં વધુ સારી વ્યક્તિ બનવા માટે પણ તૈયાર કરે છે.
માતા તેના બાળકના જીવનમાં તેના બાળકના પ્રથમ મિત્રથી લઈને માર્ગદર્શક સુધીની ઘણી ભૂમિકાઓ ભજવે છે જે તેને હંમેશા માર્ગદર્શન આપે છે અને તે આ બધી ભૂમિકાઓ ફરિયાદ કે સંકોચ કર્યા વિના સમર્પિતપણે ભજવે છે.
Explanation:
pls mark me brainliest
hope it helps
માતૃપ્રેમ વિશે ગુજરાતી નિબંધ
મનુષ્યને જન્મ આપતી માતાનું ગૌરવ અનન્ય છે. દરેક ભાષામાં ઘણા કવિઓએ પૃથ્વી પરના અમૃત જેવા અજોડ માતૃપ્રેમનો મહિમા વિવિધ ઉપમાઓથી વર્ણવ્યો છે. સંસ્કૃતમાં કહેવાયું છે તેમ “નનની નન્મભૂમિશ્ચ સ્વપિ પિસિા' અર્થાતુ જનની અને જન્મભૂમિ (વતન) બંને સ્વર્ગથી પણ વિશેષ મધુર છે. આપણા કવિ બોટાદકર કુટુંબપ્રેમનાં સુંદર કાવ્યો લખી ગયા છે. તેમણે પણ માતાની મહત્તા ગાતાં લખ્યું છે :
વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે,
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ !
કવિની આ વાત વ્યવહારજીવનમાં પણ સાવ સાચી લાગે છે. જગતમાં માતાની જોડ જડવી ખૂબ મુશ્કેલ છે. માતા ન હોય કે જે સાવકી માને પનારે પડ્યાં હોય તેવાં બાળકોને પૂછશો તો માતાનો પ્રેમ શું છે તેની કિંમત તેમના શબ્દોમાં સાંભળવા મળશે. મહાકવિ પ્રેમાનંદે એના એક આખ્યાન “કુંવરબાઈનું મામેરું'માં કુંવરબાઈની માતાવિહોણી સ્થિતિનું કરેલું વર્ણન ગુજરાતી સાહિત્યનું મહામૂલું ધન ગણાય છે. “ઘડો ફૂટે ને રઝળે ઠીકરી એવી માતા વિનાની દીકરી,... લવણ વિના જેવું અન્ન મા વિના પિતાનું એવું મન્ન...” જેવા શબ્દોમાં પ્રેમાનંદે માતૃપ્રેમનું મનભર વર્ણન કર્યું છે.
જગતમાં માતાને આટલી મહત્તા અપાઈ છે એનાં ઘણાં કારણો છે. એનું સૌથી મોટું કારણ ગણાયું છે માતાનું સમર્પણ. પોતાના હાડમાંસથી બાળકના દેહનું ઘડતર કર્યા પછી પણ બાળકને જન્મ આપવા માટે માતાએ ખૂબ કષ્ટ વેઠવું પડે છે. ક્યારેક પ્રસૂતિની આ પીડા અસહ્ય નીવડતાં બાળકને હેમખેમ જન્મ આપીને માતા પોતાનો દેહ ત્યજતી હોય છે. આમ જગતમાં બાળકને જન્મ આપતાં અગાઉ એના માટે માતા સમર્પણ કરવા લાગી જાય છે. જન્મ પછી પણ બાળકના ઉછેર માટે માતા પોતાનું સુખ છોડી રાતદિવસના ઉજાગરા કરે છે અને તેનું જતન કરે છે. પાંચ-સાત વરસ સુધી બાળક ઊછરે ત્યારે મેષણ માટે તથા તે ચાલતું, બોલતું અને દોડતું થાય એ માટે તે એનું જતન કરે છે. ઊંધ ઉજાગરા વેઠીને માંદા બાળકની ચાકરી કરતી માતાને જોઈએ તો ખ્યાલ આવે છે કે સમર્પણ કોને કહેવાય !
પુખ્ત કે યુવાન વયમાં આવેલા બાળક માટે પણ માતા સતત ચિંતા રાખતી હોય છે. તેના આહારવિહારની તથા જરૂરિયાતોની એ કાળજી રાખતી હોય છે. તેને કોઈ વાતનું દુઃખ ન લાગે એ માટે માતા હંમેશાં જાગ્રત રહેતી હોય છે. આમ બાળકની વય વધવા છતાં માતા પોતાની ફરજ ચૂકતી નથી. મોટી ઉંમરે પણ માતા બાળક માટે હંમેશાં પોતાના સુખનો ત્યાગ કરતી હોય છે. પોતાને લીધે સંતાનને દુઃખ ન થાય એની સાવચેતી રાખે છે.
આધેડ વયે પહોંચેલી માતા કન્યાવિદાયનું દુઃખ વેઠીને પોતાની દીકરીને સુખની આશિષ સાથે વળાવે છે. તો પુત્રને હોંશથી પરણાવ્યા પછી પણ તેમનો સંસાર સુખી કરવાના આશયથી તે પુત્ર-પુત્રવધૂને જુદાં રહેવા પણ સંમતિ આપે છે. આમ પોતાનાં સંતાનો પ્રત્યે માતાની નિઃસ્વાર્થવૃત્તિ પ્રગટ થતી જોવા મળે છે. મોટી ઉંમરે કદાચ સંતાનો માતાની ઉપેક્ષા કરે ત્યારે પણ માતા તો સતત એમની કાળજી લેતી જ હોય છે. એટલે જ કહેવાયું છે કે પુત્ર કદાચ કુપુત્ર બને, પણ માતા કદી કુમાતા નથી બનતી.
બાળકના સંસ્કારઘડતરમાં પણ માતાનો વિશેષ ફાળો છે. તેના વધુ સંપર્કમાં રહેતા બાળકમાં માતા જે સંસ્કારની છાપ પાડે છે તે અમીટ હોય છે. એટલે કહેવાયું છે : “જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે.'
સાચે જ આ વિશ્વમાં માતા અને તેનો પ્રેમ અનન્ય છે.