Essay on pigeon in gujarati language
Answers
કબૂતર એ ઘર આંગણાનું પક્ષી છે. વિશ્વભરમાં કબૂતરની 300 જાતિઓ જોવા મળે છે. અતિશીત પ્રદેશો સિવાય લગભગ તે બધે જ જોવા મળે છે.કબૂતર અને હોલા એક જ કુળના પક્ષીઓ છે. દૂરદૂરના અંતરેથી પોતાના ઘરે અચૂક આવી પહોંચવાની ક્ષમતાને કારણે કબૂતરોને સંદેશાવાહક તરીકેની ખાસ તાલીમ આપવામાં આવે છે.
કબૂતર કદમાં 25-28 સેમી લાંબુ, બેઠા ઘાટનું, રાખોડી રંગનું, ગળા આગળ લીલાશ પડતી છાંટવાળું હોય છે. તેના પગ છેડે લાલ અને પીંછાં વગરના હોય છે. તેની ત્રણ આંગળીઓ આગળ અને એક પાછળ એવી રીતે ગોઠવાયેલી હોય છે કે ઝીણી ડાળીઓ કે તાર ઉપર સહેલાઇથી તે બેસી શકે.
કબૂતરનો ખોરાક મુખ્યત્વે અનાજના દાણા-ઘઉં, ચોખા, જુવાર, બાજરી વગેરે છે. કબૂતરના માળા ઢંગઢડા વગર ગોઠવેલી સૂકી સળીઓના હોય છે. તે ખૂંભીઓના ખૂણે, ભીંતોની બખોલમાં કે કૂવાના ગોખમાં બિન સલામત રીતે રચાયેલા હોય છે.
આમ, કબૂતર એ આપણા ઘરઆંગણાનું, શાંતિના દૂત તરીકે ખ્યાતિ પામેલું પક્ષી છે.