essay on pollution in gujarati language
Answers
એકવીસમી સદીને ઉબરેં આવીને ઉભેલા વિશ્વ સમક્ષ જે આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે. પર્યાવરણની જાળવાણે! ભૂતકાળમાં ક્યારેક નહોયતી થએ એવી આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેલ વજૂદવાળા કારણો છે જેણે કેવળ ભણેલાગણેલા માનવીઓની જ નહિ, ભલભલા માંધાતાઓની પણ ઉંઘ હરામ કરી દીધી છે. "ભોપાલ ગેસ હોનારત" તો જેની આગળ "ચટણી " જેવી ગણાય. એવી ભયંકર હોનારતો મહાસત્તાઓના ઘરઆંગણે બની રહી છે. અને એનો સિલસિલો કયાં સુધી લંબાશે અને કોને હડપ કરી જશે એ કોઈ જાણતું નથી.
વીસમી સદીમાં એવું તે શું બન્યું કે પર્યાવરણની જાણવણી માનવહસ્તી માટે એક પડકાર બનીને ઉભી થઈ ગઈ ? આવો પ્રશ્ન થાય એ સ્વભાવિક છે. આ કોઈ કુદરતસર્જિત આપત્તિ નથી. માનવસર્જિત આફત છે. એટલું તો સૌ કોઈ સમજે છે કેમ કે આ તો "હાથના કર્યા જ હૈયે વાગ્યા" છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીની અભૂતપૂર્વ સિદ્ધિઓની ફુલાઈ ગયેલા માનવીએ કુદરતને નાથવાના અને સંપત્તિની જમાવટ કરીને ભૌતિક-દૈહિક સુખ ભોગવવાના જે ખતરારૂપ અખતરા કર્ય તેન એ લીધે જ "પ્રદૂષણ" નો ધોધ છૂટયો ; જેણે પર્યાવરણનું પાવિત્ર્ય છિન્નભિન્ન કરી નાખ્યું. એટલું જ નહી, કુદરતી સમતુલાને એટલી હદે ખોરવી નાખી કે, એકબીજાને આધારે ટ્કતી-નભતી જીવંત સૃષ્ટિની જીવનશૈલી પ્રદૂષિતને કલુષિત થતાં. હવા-પાણી અનાજ શાકભાજી બધું જ અશુદ્ધ અને જંતુયુક્ત બની જતાં. માનવીના આયુષ્ય અને આરોગ્ય માટે ભયંકર ખતરો ઉભો થયો.