Hindi, asked by Aumamin2710, 1 year ago

essay on summer in gujarati about 200 words​

Answers

Answered by avikamittal123
5

Answer:

Explanation:

વસંત સૌની માનીતી ઋતુ છે, તો અણમાનીતી ઋતુ છે ગ્રીષ્મ-ઉનાળો. અતિશય ગરમીના આ દિવસો કોઇને ગમતા નથી. છતાં ઋતુચક્રની અનિવાર્ય સ્થિતિ રુપે આપણે તેને સ્વીકાર્યા વિના છૂટકો નથી. વૈશાખ માસમાં ગરમી સૌથી વધુ હોવાથી જ વૈશાખના બપોરને પ્રકૃતિની અતિશય ગરમીના પર્યાય કે સંકેતરુપે ગણવામાં આવે છે. કાળઝાળ ગરમીના આ દિવસોમાં સવારનો સૂરજ બપોર થતાં સુધીમાં તો પ્રચંડ રુપ ધારણ કરીને જાણે દુર્વાસાનો કોપ વરસાવતો હોય એમ જણાય છે. એના પ્રખર તાપની અસર આભ કરતાંય ધરતીને વિશેષ થાય છે. શિયાળામાં મિત્રની જેમ હૂંફ આપતો સૂર્ય ઉનાળામાં આગ વરસાવીને બાળી મૂકવા માગતો કટ્ટર શત્રુ હોય તેવો ભાસે છે. ઉનાળામાં ભૌગોલીક રીતે પૃથ્વી સૂર્યની ખૂબ નજીક હોવાથી  તાપ વધુ લાગે છે. આ દિવસોમાં બપોરે સૂરજ લાલચોળ અગ્નિના ગોળા જેવો બની ધરતી પર અગનજ્વાળાઓ વરસાવે છે. સમગ્ર ધરા એક ભઠ્ઠી બની ગઇ હોય એમ ગરમ થઇ જાય છે. માણસના લમણા બાળી નાખતી લૂ ફૂંકાવા લાગેછે. સખત તડકાથી શહેરની સડકો,ધૂળિયા રસ્તા, કેડી કે ખુલ્લાં મેદાનો સૂમસામ ભાસે છે. માનવતો શું પણ પશુપક્ષી કે તણખલુંય ફરકતું જણાતું નથી. શહેરોમાં કર્ફ્યુ જેવી હાલત જોવા મળે છે, તો ગામડું જાણે શોકગ્રસ્ત જણાય છે. પશુપક્ષી તથા માનવો ગરમીથી બચવા  ઠંડકમાં રહેવા આશ્રય શોધે છે. ઝાડનો છાંયડો પશુપક્ષીને બચાવે છે, પણ ગરમીનો સપાટો વધે ને લૂ વાય ત્યારે આ મૂંગાં પ્રાણી પણ બિચારાં ઝાડની છાંયમાં બચવા પામતાં નથી. માણસો પોતાના ઘરમાં પૂરાઇ રહે છે. આમ, આવા આ ગરમીના દિવસોમાં સૌ શાંતિ અને ઠંડકની ઓથ શોધે છે. આખા જગત પર માત્ર સૂર્યદેવનું એકચક્રી શાસન ચાલતું જણાય છે.

HOPE IT WILL HELP

BY AVIKA

Similar questions