હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી તેમાં ડૂબકી દઈને, પુણ્યશાળી બને છે. explain the lines
Answers
Answer:
તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો'તો!
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો'તો!
એ ના રોયું, તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ,
મેં જાણ્યું કે જખમ સ્હવો સહેલ સ્હેનારને છે!
કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી?
રોતું મ્હારૂં હૃદય ગિરિ શા ભાર નીચે દબાઈ!
રે રે! તે ઘા અધિક મુજને મૃત્યુથી કાંઈ લાગ્યો,
એ અંગારો મુજ જિગરના મૂળને ખાઈ જાતો!
કેવો પાટો મલમ લઈને બાંધવા હું ગયો'તો!
તે જોઈને જખમી નયને ધોધ કેવો વહ્યો'તો!
એ અશ્રુ, એ જખમ, મુખ એ, અંગ એ એ
બોલી ઊઠ્યાં પરવશ થયાં હોય સૌ જેમ હેતે :-
'વ્હાલા! વ્હાલા! નવ કરીશ રે! કાંઈ મ્હારી દવા તું!
'ઘા સ્હેનારૂં નવ સહી શકે દર્દ ત્હારી દવાનું!
'ઘા દે બીજો! અગર મરજી હોય તેવું કરી લે!
'ત્હારૂં તેનો જરૂર જ, સખે પૂર્ણ માલિક તું છે.'
ત્યારે કેવાં હૃદય ધડક્યાં સાથ સાથે દબાઈ!
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઈ!
ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘાને થયો છે,
ત્હોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે!
હા! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે,
ઓહો! કેવું સ્મરણ મધુરૂં પાપનું એ ધરે છે!
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે!
રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે!
હું પસ્તાયો, પ્રભુ પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હૃદયની પૂર્ણ માફી મળી છે.