गुजराती में लिखना निबंध वर्षा ऋतु
Answers
ઉનાળાના આકરા અને અસહ્ય તાપ પછી સમયસર વર્ષાના વધામણાં થતાં જ પ્રકૃતિમા પ્રાણ પૂરાઈ જાય છે. નદી, સરોવર, કૂવા, વાવ, તળાવો, નાળા, ઝરણાંને જળાશયો પાણીથી છલકાઈ જાય છે. ઉનાળાના નિષ્પ્રાણને સૂકી ધરતી વરસાદમાં નાહીને લીલીછમ બની જાય છે ને સમગ્ર કુદરતમાં નવી તાજગી પ્રસરી જાય છે. વનોની વનસ્પતિ વૃક્ષો નવ પલ્લ્વિત થઈ વરસાના તોફાની પવન સાથે ડોલી ઉઠે છે. ધરતીએ જાણે લીલી ચૂંદડી ધારણ કરી હોય કે ધરતી પર જાણે નીલમના ગાલીચા પથરાઈ ગયા હોય એવી શોભા ચોતરફ વધી જાય છે."વર્ષા આવી, વર્ષા આવી, ધન ધાન્યની પતરાણી લાવી".
વીજળીના ચમકારા, કડાકા નેકાળા ડિબાંગ વાદળના ગડગડાટ વચ્ચે રીમઝીમ રીમરીમ વરસતી વર્ષારાણી ક્યારે મુશળધાર હેલીઓ વરસાવે ત્યારે ચારે બાજુ આનંદ-આનંદ છવાઈ જાય છે. મોર, બપૈયા, ચાતક, જેવા પક્ષીઓ મેહુલાના સ્વાગતના ગીતો ટહુકા કરી કરીને ગાય છે. માછલીઓ હિલોળા લે છે. દેડકાઓ "ડ્રાઉ ...ડ્રાઉ ... ડ્રાઉ ..." ના અવાજથી વાતારવરણને ભરી દે છે. ખેડૂતો પોતપોતાના ખેતરોમાં બળદો સાથ હળ જોડી, મીઠા-મીઠા ગીતો ગાઈ વાવણીકામ કરે છે. બાળકો સૌ ગેલમાં આવી ગયા છે. આવરે વરસાદ, ધેવરિયો પરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક
આ નિબંધ નાનો અને સરળ છે
I m also gujarati
So, Please mark my answer as brainliest.