History, asked by awesomeraghav4025, 1 year ago

Ganesh chaturthi essay in Gujarati language

Answers

Answered by cyrusbishop
6

Ganesh Chaturthi is a Hinduism festival,  which happens for 10 days. It celebrates because of Elephant-headed deity of Ganesh's birthday. It comes around August- September in a year. Ganesh chaturthi also known as Vinayak Chaturthi. Lord Ganesha is most favorite God for everyone specifically for children. People celebrate this festival in own house, in society or community. They bring a status of Ganesh and worship him.

Answered by TbiaSupreme
15

ગણેશ ચતુર્થી ખૂબ લોકપ્રિય  અને પ્રસિદ્ધ તહેવારોમાંનો  એક છે. હિન્દુઓ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે અને પૂરી શ્રધ્ધાથી ગણેશજીની પૂજા અર્ચના કરે છે. અલબત્ત, દરેક પૂજાની શરુઆતમાં ગણનાયક અને વિધ્નહર્તા ભગવાન ગણેશની પૂજા થાય છે, પરંતુ ગણેશ ચતુર્થી ઉજવણી વર્ષમાં એક વખત ખૂબ શ્રધ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં છે.

ગણેશજી એ ભગવાન શિવ અને માતા પાર્વતીનો સુંદર પુત્ર છે. સમગ્ર ભારતમાં હિન્દુ ધર્મના લોકો માને છે કે દર વર્ષે ગણેશ પૃથ્વી પર આવે છે અને લોકોને ખૂબ જ ઇચ્છનીય આશીર્વાદો આપે છે. ભગવાન ગણેશ હિન્દુ ધર્મનો સૌથી પ્રખ્યાત દેવ છે, જે ભક્તોને શાણપણ અને સમૃદ્ધિના આશિર્વાદ આપે છે. તે અવરોધો દૂર કરવા અને તમામ સમસ્યાઓથી છુટકારો આપનાર તેમજ લોકોના જીવનમાં સુખના સર્જક છે. ભારતમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. બાળકો તેને મિત્ર ગણેશ કહે છે કારણ કે, તે બાળકોની સંભાળ રાખે છે અને પ્રેમ કરે છે. લોકો દર વર્ષે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ માટે ગણેશ ચતુર્થી ઉજવે છે. ચતુર્થીથી પૂજા શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. ભક્તો ભગવાનને પ્રાર્થના કરે છે કે આવતા વર્ષે ફરી પાછા આવજો.

આમ, દર વર્ષે પૂરી શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે.

Similar questions