Give 5 sentences about garden in Gujarati
Answers
Answered by
2
Answer:
- મારા શહેરમાં ઠેરઠેર અનેક સાર્વજનિક બગીચાઓ આવેલા છે. ગયા રવિવારે હું મારા મિત્રો સાથે શહેરના એક જાણીતા બગીચાની મુલાકાતે ગયો હતો. બગીચાનું પ્રાકૃતિક સૌદર્ય ઊડીને આંખે વળગે તેવું રમણીય હતું. ચારે તરફ જાણે લીલી જાજમ પાથરી હોય તેવી કૂણી કૂણી લોન ફેલાયેલી હતી. એ કૂણી અને ભીની લૉન પર ચંપલ કાઢીને ચાલવાની મને ખૂબ મજા પડી હતી. બગીચામાં ઠેરઠેર મેંદીના અવનવા આકારોવાળી લાડ હતી. ક્યારીઓમાં ફૂલછોડ પર રંગબેરંગી ફૂલો ખીલેલાં હતાં. આ ઉપરાંત, ઠેરઠેર અનેક નાનાંમોટાં વૃક્ષો હતાં.
2 . સાંજનો સમય હોવાથી માળા ભણી પાછાં ફરતાં પંખીઓનો મધુર કલશોર મનને પ્રલ્લિત કરતો હતો. મંદમંદ વાતા પવનથી ફૂલોની સુવાસ પણ બગીચામાં ચોમેર ફેલાના હતી. બગીચામાં આવેલા રંગબેરંગી ફુવારાઓ સુંદર દશ્યો અને અવનવા આકારો સર્જના હતા અને વાતાવરણને ઠંડું તેમજ તાજગીભર્યું બનાવતા હતા. એક બાજુ માળી બગીચાના ફૂલછોડને પાણી પીવડાવી રહ્યો હતો
Similar questions